Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

IPLની નવી બે ટીમની જાહેરાત: અમદાવાદ અને લખનઉની આઈપીએલમાં થશે એન્ટ્રી

અમદાવાદની ટીમને 7090 કરોડમાં સીવીસી કેપિટલ પાર્ટનર્સે અને લખનઉની ટીમની બિડ RPSG ગ્રુપે ખરીદી

મુંબઈ :  IPLની નવી બે ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ બે ટીમોમાં અમદાવાદ અને લખનઉની છે. જેની આગામી આઈપીએલમાં એન્ટ્રી થશે. અમદાવાદની ટીમને 7090 કરોડમાં સીવીસી કેપિટલ પાર્ટનર્સે ખરીદી છે. તો લખનઉની ટીમની બિડ RPSG ગ્રુપે ખરીદી છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે આઈપીએલની આગામી સીઝનમાં વધુ બે ટીમ સામે કરવાનો નિર્ણય કર્યો હતો. તે માટે બિડ મંગાવવામાં આવી હતી. અનેક કંપનીઓએ બિડ ભરી હતી. અમદાવાદની ટીમ ખરીદવા માટે અદાણી ગ્રુપ પણ સૌથી આગળ હતું. પરંતુ અંતે અમેરિકી સ્થિતસીવીસી કેપિટલ પાર્ટનર્સને અમદાવાદની ટીમ મળી છે. તો RPSG ગ્રુપ જે આ પહેલા આઈપીએલમાં પુણે સુપરજાયન્ટ્સનું સંચાલન કરી ચુક્યું છે તેણે લખનઉની ટીમ ખરીદી છે.

આઈપીએલમાં આગામી વર્ષથી હવે આઈપીએલમાં 10 ટીમ જોવા મળશે. આ પહેલા પણ 2011ની સીઝનમાં 10 ટીમ રમી ચુકી છે. હવે આઈપીએલમાં મેચોની સંખ્યા પણ વધવાની છે. બીસીસીઆઈ આગામી દિવસોમાં હરાજીની જાહેરાત કરશે. આ સાથે કઈ ટીમ કેટલા ખેલાડીઓ રિટેન કરી શકે તેની પણ જાહેરાત થવાની છે.

(10:48 pm IST)