Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

' અમેરિકા પ્રેસિડન્ટ ચૂંટણી ' : જુદા જુદા ક્ષેત્રો સાથે જોડાયેલી અનેક હિન્દૂ મહિલાઓએ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન ઘોષિત કર્યું : ટ્રમ્પનું ચીન સાથેનું કડક વલણ , ભારત સાથેનો ગાઢ નાતો ,આર્થિક વિકાસ ,ટેક્સમાં ઘટાડો ,તથા મધ્યમ માર્ગ અપનાવવાની નીતિનું સમર્થન કર્યું : ઓનલાઇન કાર્યક્રમ દરમિયાન અગ્રણી હિન્દૂ મહિલાઓની પેનલે રિપબ્લિકન પાર્ટીને મત આપવા અનુરોધ કર્યો

ટેક્સાસ : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં  જુદા જુદા ક્ષેત્રો સાથે જોડાયેલી અનેક  હિન્દૂ મહિલાઓએ ડોનાલ્ડ ટ્રમ્પને સમર્થન ઘોષિત કર્યું છે.  ઓનલાઇન કાર્યક્રમ દરમિયાન અગ્રણી હિન્દૂ મહિલાઓની પેનલે રિપબ્લિકન પાર્ટીને મત આપવા હિન્દૂ મતદારોને અનુરોધ  કર્યો હતો.

જેના કારણમાં જણાવાયા મુજબ ટ્રમ્પનું ચીન સાથેનું કડક વલણ  , ભારત સાથેનો ગાઢ નાતો ,આર્થિક વિકાસ ,ટેક્સમાં ઘટાડો ,તથા મધ્યમ માર્ગ અપનાવવાની નીતિ યોગ્ય જણાઈ છે.

સમર્થન આપવા માટે અનુરોધ કરનાર અગ્રણી હિન્દૂ મહિલાઓમાં મીડિયા અગ્રણી  સુશ્રી કરીશ્મા  હિમતસંધાણી ,આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા સુશ્રી શ્રીલેખા પલ્લે ,સુશ્રી વંદના માંગલિક ,વ્યવસાયી મહિલા સુશ્રી રમણ ભૌમિક ,સહિતનાઓનો સમાવેશ થાય છે.

(8:08 pm IST)