Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મનોરંજન-સમાજ સેવામાં નરેશ કનોડિયાનું યોગદાન યાદ રહેશે

અભિનેતા નરેશ કનોડિયાને અગ્રણીઓની શ્રદ્ધાંજલિ : વડાપ્રધાન, મુખ્યપ્રધાન, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના રાજકારણીઓ અને કલાકારોએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી

અમદાવાદ, તા. ૨૭ : ગુજરાતી સિનેમાના સ્ટાર્સ નરેશ કનોડિયા હવે આપણી વચ્ચે રહ્યા નથી. લાખો પ્રશંસકોના દિલ પર રાજ કરનારા નરેશ કનોડિયાનું કોરોનાના કારણે નિધન થયું છે. યુએન મહેતા હોસ્પિટલમાં તેમની કોરોનાની સારવાર ચાલી રહી હતી. તેઓની હાલત છેલ્લા ઘણા દિવસથી ગંભીર બતાવવામાં આવી રહી હતી. ત્યારે આજે સવારે તેમને અંતિમ શ્વાસ લીધા હતા. નરેશ કનોડિયાની વરવી વિદાયથી ગુજરાત રાજકારણમાં પણ શોક છવાયો હતો. એક પછી એક ગુજરાતના રાજકારણીઓ અને ગુજરાતી કલાકાર કસબીઓએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હાલ રાજ્યભરમાં શોક છવાયો છે અને નરેશ કનોડિયાના જવાથી ગુજરાત ફિલ્મોમાં અભિનેતાની ખોટ હંમેશા રહેશેલ્લ.

વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ નરેશ કનોડિયાને ટ્વિટ કરીને પાઠવી શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયાના અવસાનથી વ્યથિત છું. મનોરંજન તથા સમાજસેવાના ક્ષેત્રે એમનું યોગદાન હંમેશા યાદ રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વનાપઓમ શાંતિ !! મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પૂર્વ ધારાસભ્ય અને ગુજરાતી ફિલ્મ જગતના ખ્યાતનામ અભિનેતા નરેશ કનોડિયાના દુઃખદ અવસાન અંગે શોકની લાગણી વ્યક્ત કરી સદગતને શ્રદ્ધાંજલી પાઠવી છે. મુખ્યમંત્રી જણાવ્યું હતું કે કે સ્વ. નરેશ કનોડિયાએ ગુજરાતી ચલ ચિત્ર જગતમાં અભિનયના ઓજસ પાથરીને દસકાઓ સુધી લોક માનસમાં એક આગવું સ્થાન મેળવેલું તેનું સ્મરણ કરતાં કહ્યું છે કે તેમનું યોગદાન ગુજરાતી ચલચિત્ જગતમાં સદાકાળ અવિસ્મરણીય બની રહેશે. રૂપાણીએ દિવંગત આત્માની પરમ શાંતિની પ્રાર્થના કરીને તેમના શોકાતુર પરિવારજનોને દિલસોજી પણ પાઠવી છે. રૂપાણીએ પોતાની ટ્વિટમાં જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર અને ભાજપા અગ્રણી નરેશ કનોડિયાના દુઃખદ અવસાનથી શોકમગ્ન છું.આગવા અભિનય દ્વારા ગુજરાતી ચલચિત્રોને લોકપ્રિય બનાવી ગુજરાતીઓનું હદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ ગુજરાતને હંમેશા રહેશે. સામાજીક અને કલાક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન નવી પેઢીને પ્રેરણા આપશે. ધારાસભ્ય હિતુ કનોડીયા સાથે ટેલિફોનીક વાત કરીને શોકગ્રસ્ત પરિવારને સાંત્વના આપી. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને સદ્ગતી અર્પે તેમજ પરિવારને અને સર્વે શુભેચ્છકોને દુઃખ સહન કરવાની શક્તિ બક્ષે પ્રભુ ચરણોમાં પ્રાર્થના.

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતી ફિલ્મોના સુપરનાયક નરેશ કનોડિયાને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા, ગીત-સંગીતના પ્રસિદ્ધ કલાકાર અને પૂર્વ ધારાસભ્ય, સુપરસ્ટાર નરેશ કુમાર કનોડિયાનું નિધનના અહેવાલ ખુબ દુઃખદ છે. ભગવાન તેમની આત્માને શાંતિ અને તેમના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ડેપ્યૂટી સીએમ નીતિન પટેલે શોક વ્યક્ત કરતા જણાવ્યું કે, બંન્ને ભાઇઓ ગીત સંગીત અને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગોમાં ખૂબ ઉંચા સ્થાને પહોંચેલા હતા. સાથે ભારતીય જનતા પાર્ટી સાથે બંન્ને ભાઇઓ હૃદયથી જોડાયેલા હતા. બંન્ને્ ભાઇઓ જેમ રામ લક્ષ્મણની જોડી હોય તેમ હંમેશા સાથેને સાથે દરેક સામાજિક કાર્યમા, પ્રજાકિય કામમાં કે ફિલ્મ જગતનાં કામમા સતત કાર્યરત રહેતા હતા. જ્યારે પણ નરેશ કોઇ પ્રચાર સભામાં હાજર રહેવાના હોય તો ત્યાં તેમને જોવા , સાંભલવા માટે હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડતા હતા. તેવી લોકપ્રિય જોડી તેમની હતી.

નરેશ કનોડિયાના નિધનનાં સમાચાર આવતા અરવિંદ વેગડાએ દુખ વ્યક્ત કરતા જણાવ્યું કે, " ક્ષેત્રમાં આવ્યો ત્યારે હું કહેતો હતો કે મારે નરેશ કનોડિયા જેવું બનવું છે. નરેશ કનોડિયા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝનો મોટો આધાર સ્તંભ હતા. તેમનું નિધન થયું છે તે હું માની નથી શકતો. સાથે બેઠા હોઈએ ત્યારે મને દીકરા જેવી ફિલિંગ આવતી હતી. ગુજરાતી સિનેમાને સૌથી મોટી ખોટ પડી છે. ગુજરાતનાં સૌથી મોટા એન્ટરટેઇનર આપણે આમને કહી શકીએ. આપણે બે મોટા નામો ખોયા છે, વર્ષ ૨૦૨૦નાં મળેલા સૌથી દુખદ સમાચાર છે . હું પરિવારને ઘણી અંગત રીતે જાણુ છું, માત્ર ૪૮ કલાકમાં ઘરના બે મોભીને ખોયા છે, ભગવાન તેમના આત્માને શાંતિ આપે અને પરિવારને હિંમત આપે એવી પ્રાર્થના છે.

(7:46 pm IST)