Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ઇન્ડિયન અમેરિકન જર્નાલિસ્ટ મહિલા સુશ્રી ગીતા આનંદ જર્નાલિઝમ સ્કૂલના ડીન બન્યા : યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયાની બર્કલે ગ્રેજ્યુએટ જર્નાલિઝમ સ્કૂલના ડીન તરીકે નિમણુંક

કેલિફોર્નિયા : પીઢ ઇન્ડિયન અમેરિકન જર્નાલિસ્ટ મહિલા સુશ્રી ગીતા આનંદ જર્નાલિઝમ સ્કૂલના ડીન બન્યા છે.તેઓની યુનિવર્સીટી ઓફ કેલિફોર્નિયાની બર્કલે ગ્રેજ્યુએટ જર્નાલિઝમ સ્કૂલના ડીન તરીકે નિમણુંક થઇ છે.તેઓ વચગાળાના ડીન તરીકે કાર્યરત હતા.હવે તાત્કાલિક અસરથી  ડીન તરીકે નિમણુંક કરવામાં આવી છે.
તેઓ 2018 ની સાલથી બર્કલે સ્કૂલમાં અધ્યાપન ક્ષેત્રે કાર્યરત હતા.તેઓ નેરેટિવ રાઇટિંગ એન્ડ  ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ ડિરેક્ટર તરીકે પણ સેવાઓ આપી રહ્યા છે.તેમણે ભારતમાં પણ ન્યુયોર્ક ટાઈમ્સ તથા વોશિંગટન જર્નલના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવેલી છે.2004 ની સાલના પુલિત્ઝર પ્રાઇસ માટેના ફાઇનાલિસ્ટ તરીકે તેઓ પસંદગી પામ્યા હતા.

(6:25 pm IST)