Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ મુદ્દે સાધુ સંતો દિલ્હીમાં ઉમટશે

૧૦ અને ૧૧ નવેમ્બરે ચર્ચા વિચારણા બેઠક : સમાન નાગરિક સંહીતા અંગે પણ સંવાદ

નવી દિલ્હી તા. ૨૭ : વિશ્વ હિન્દુ પરિષદ (વિહીપ) દ્વારા આગામી ૧૦-૧૧ નવેમ્બરના દિલ્હીમાં બે દિવસીય સાધુ- સંતોની બેઠક યોજવામાં આવી છે. જેમાં મથુરામાં શ્રીકૃષ્ણ જન્મભુમિ મુદ્દે ચર્ચા વિચારણા હાથ ધરાશે.

આ બેઠકમાં દેશ વિદેશથી ૨૦૦ થી વધુ સાધુ સંતો ભાગ લ્યે ગણત્રીઓ માંડવામાં આવી છે. અખિલ ભારતીય સંત પ્રતિનિધિ સાધુ અને સંતો આગલા ત્રણ વર્ષોમાં કઇ રીતે કામ કરવુ તેનો એજન્ડા નકિક કરશે.

વિહીપના આંતરરાષ્ટ્રીય સંયુકત મહાસચિવ સુરેન્દ્ર જૈને આરએસએસના સહકાર્યવાહ દતાત્રેય હોસબોલેની સમાન નાગરિક સંહીતા પર ખુલ્લી ચર્ચા કરવાની માંગણીને સમર્થન જાહેર કર્યુ છે. શ્રી જૈને જણાવ્યુ છે કે જો સમાન નાગરિક સંહિતા પર ચર્ચા થાય તો તેમાં વાંધો શું છે?

(12:54 pm IST)