Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોરોના ફેલાય તેવું કરશો તો ૫ વર્ષની જેલ

નવી દિલ્હી,તા. ૨૭: : કોરોના કાળમાં ટ્રેનમાં યાત્રા કરનાર સાવધાન થઈ જાવ. ભારતીય રેલવેએ એક અભિયાન શરૂ કર્યું છે, જે હેઠળ સફર દરમિયાન કોરોના સંક્રમણ કરાવનારને પાંચ વર્ષ સુધી જેલ મોકલવામાં આવી શકે છે. ઉત્ત્।ર પશ્ચિમ રેલવેએ એક જાગરૂકતા અભિયાન શરૂ કર્યું છે, જે હેઠળ કોવિડ-૧૯ સંક્રમણથી બચાવના ઉપાયો વિશે લોકોને જાગરૂત કરવામાં આવી રહ્યાં છે. ઉત્ત્।ર પશ્યિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુનીલ બેનીવાલ પ્રમાણે જો કોઈ વ્યકિત રેલવે સ્ટેશનો કે ટ્રેનોમાં જારી દિશા-નિર્દેશોનું પાલન કરતો નથી અને કોરોના સંક્રમણ ફેલાવવા માટે જવાબદાર ઠરે તો રેલવે આવા વ્યકિત વિરુદ્ઘ કાયદાકીય કાર્યવાહી કરશે. જો યાત્રી ઇરાદાપૂર્વક કોવિડ પ્રોટોકોલ તોડવાનો દોષિ સાબિત થાય તો પછી તેના વિરુદ્ઘ રેલવે એકટ ૧૯૮૯ હેઠળ પાંચ વર્ષની સજા અને દંડની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

જો યાત્રિ ટ્રેનમાં માસ્ક ન પહેરે, સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન ન કરે, કોવિડ સંક્રમણમાં યાત્રા કરે, જાહેરમાં થૂંકે, ગંદકી ફેલાવવા પર સજા થશે. કોરોના વાયરસ મહામારીને ધ્યાનમાં રાખતા રેલવે માત્ર રિઝર્વ ટ્રેન ચલાવી રહી છે. સાથે ટ્રેનોમાં સંપૂર્ણ રીતે હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે. સ્ટેશન પર પણ માત્ર તે યાત્રિકોને મંજૂરી છે જેની પાસે કન્ફર્મ ટિકિટ છે. 

(11:46 am IST)