Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ભારતમાં ૩ કોરોના વેકસીનનું પરીક્ષણ અંતિમ ચરણમાં પહોંચ્યું: વેકસીનેશનમાં લાગશે ૧ વર્ષનો સમય

નવી દિલ્હી, તા.૨૭: દેશમાં માર્ચ સુધીમાં કોરોનાની ૩ વેકસીન આવશે. દુનિયામાં મહામારીની વિરુદ્ઘમાં ૧૦ વેકસીનના પરીક્ષણમાં સકારાત્મક પરીણામ મળી રહ્યું છે. માર્ચ સુધીમાં ૩-૪ વેકસીન આવી શકે તેવી શકયતાઓ છે.

ટાસ્ક ફોર્સના પ્રમુખના કહેવા અનુસાર ભારતમાં ૩ વેકસીન ત્રીજા ટ્રાયલમાં છે અને વિદેશોમાં ૧૦ વેકસીન ત્રીજા ટ્રાયલમાં છે. આ સિવાય ચીનની ૫ વેકસીન ૨૦ દેશોમાં પરીક્ષણ કરી રહી છે અને તેનું પરિણામ પણ પોઝિટિવ છે.

દુનિયામાં ૧૫૪ વેકસીન પ્રી કિલનિકલ ટ્રાયલ ચરણમાં

ગયા અઠવાડિયે ચીની વેકસીન લેનારા સંયુકત અરબના મંત્રીની સ્થિતિમાં સુધારો આવ્યો હતો. ભારત બાયોટેક- આઈસીએમઆરની કોવૈકસીન, જાયડસ કેડિલાની વેકસીન બીજા સ્ટેજમાં અને સીરમ - એસ્ટ્રેજનનો કોવિશીલ્ડ ત્રીજા ટ્રાયલમાં છે. હૈદરાબાદની બાયોલોજિલ ઈ પણ વેકસીનનું પરીક્ષણ કરી રહી છે. રશિયાની સ્પૂતનિક વી બીજા ચરણમાં છે. અત્યારે દુનિયામાં ૧૫૪ વેકસીન પ્રી કિલનિકલ ટ્રાયલ ચરણમાં છે. ૪૪ કલીનિકલ ટ્રાયલમાં છે અને તેમાંથી ૧૦ ત્રીજા સ્ટેજમાં પહોંચી ચૂકી છે.

દેશમાં વેકસીનેશન એક વર્ષમાં ઉચ્ચ રાષ્ટ્રીય વિશેષજ્ઞ સમૂહ નક્કી કરશે કે કોરોનોની પહેલી વેકસીન કોને અને કેવી રીતે અપાશે. એમ્સ ડાયરેકટરે કહ્યું છે કે દેશમાં વેકસીન લગાવવાનું કામ કરવામાં એક વર્ષનો સમય લાગશે.

(11:44 am IST)