Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

હવે કસ્ટમમાંથી ઓછા સમયમાં મળી જાય છે માલને મંજુરી

ઉદ્યોગ જગતની ફરિયાદોનો અંત

નવી દિલ્હી તા. ર૭ : સીમા શુલ્ક (કસ્ટમ)ની મંજુરીમાં ગયા અઠવાડીયાના અંત સુધીમાં નાણકીય સુધારો જોવા મળ્યો છે. અને રવિવારે દરિયાઇ માર્ગે આવતા ત્રણ ચાતુર્થાસ માલને ૪૮ કલાકથી ઓછા સમયમાં મંજુરી મળી ગઇ હતી સરકારી આંકડાઓ અનુસાર શુક્રવારે આ આંકડો ફકત ર૭ ટકા હતો આનાથી આયાતકારોને મોટી રાહત મળી છે.

ઉદ્યોગ જગત ઘણા સમયથી એ ફરીયાદ કરી રહ્યું હતું કે, કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (સીબીઆઇસી) દ્વારા ઓળખ વગરના (કેસલેસ) ગણત્રીની શરૂઆત પછી મંજુરી મળવામાં બિનજરૂરી મોડુ થઇ રહ્યું છે આ ફરીયાદ પછી સરકાર હરકતમાં આવી હતી ભારતીય સીમા શુલ્ક કારોબારી સુગમતા ડેશ (આઇસીડેશ) અનુસાર, હવાઇ માલવહનમાં પણ સુધારો આવ્યો અને ૮૧ ટકા માલને ૪૮ કલાકથી ઓછા સમયમાં મંજુરી મળી ગઇ જયારે શુક્રવારે આ આંકડો ૭૧ ટકા હતો.

આઇસીડેશ એક વીજયુઅલ ડેશબોર્ડ છે જે એ દર્શાવે છે કે આયાતી માલને વિભીન્ન સીમા શુલ્ક બંદરો અને એરપોર્ટ પર મંજુરી મળવામાં તાત્કાલીક રીતે કેટલો સમય લાગ્યો ૪૮ કલાકની અંદર મળનાર મંજુરી પર લીલીલાઇટ, ૭ર કલાકમાં મંજુરી મળવા પર પીળી લાઇટ અને તેનાથી વધારે સમય લાગે તો લાલ લાઇટ થાય છે. વિશ્વ બેંકના માપદંડો અનુસાર, દરીયાઇ માલને ૪૮ કલાકમાં મંજુરી મળવી જોઇએ અને હવાઇ માલને ર૪ કલાકમાં ભારતમાં સામાન્ય રીતે કાર્ગોને મંજુરી આપવામાં સરેરાશ ૧૦પ કલાકનો સમય લાગે છે.

એક સરકારી અધિકારીએ જણાવ્યું કે કસ્ટમ વિભાગ તેના અધિકારીઓના પ્રદર્શન પર ચાંપતી નજર રાખી રહ્યો છે. તેમણે કહ્યું કે વધુ પુછપરછ ન કરવાના આદેશો આપવામાં આવ્યા છ.ે જો તેમણે એકથી વધારે પ્રશ્નો પુછવા હોય તો તેના માટે પોતાના ઉપરી અધિકારીની મંજુરી લેવી પડશે.

(11:44 am IST)