Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

મોદી સરકારનો મોટો નિર્ણય

હવે સિંગલ મેલ પેરેન્ટને પણ મળશે ચાઈલ્ડ કેર લીવ

નવી દિલ્હી, તા.૨૭: કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સોમવારના રોજ જાહેરાત કરી છે કે, હવે સિંગલ મેલ પેરેંટ સરકારી કર્મચારીને પણ ચાઈલ્ડ કેયર લિવની સુવિધા મળશે. તેમણે કહ્યુ હતું કે, ચાઈલ્ડ કેર લીવની સુવિધા અત્યારે ફકત એવા કર્મચારીઓને મળશે જે સિંગલ પેરેંટ છે અથવા છૂટાછેડા, વિધુર અથવા અવિવાહીતોને પણ લાભ મળશે. મંત્રીએ આ નિર્ણયને અભૂતપૂર્વ ને પ્રગતિવાદી સુધારો બતાવતા કહ્યુ છે કે, તેનાથી સરકારી કર્મચારીઓને મોટો ફાયદો થશે. આ સંબંધિત આદેશ થોડા સમય પહેલા જ આપવામાં આવ્યો છે. પણ અમુક કારણોસર તેને જાહેર કરવામાં આવ્યો નહોતો.

આ અંતર્ગત વધારે છૂટ આપતા કેન્દ્રીય મંત્રીએ કહ્યુ હતું કે, જે કર્મચારી ચાઈલ્ડ કેર લીવ પર જવા માગે છે, તેને પ્રાયર અપ્રુવલ આપવામાં આવી રહ્યુ છે. સાથે જ તે કર્મચારી લીવ ટ્રાવેલ અલાઉંસનો ફાયદો પણ ઉઠાવી શકશે. તેમણે જણાવ્યુ છે કે, પ્રથમ વર્ષમાં સમગ્ર પેડ લીવને ચાઈલ્ડ કેયર લીવ તરીકે ઉપયોગ કરી શકશે. તો વળી બીજા વર્ષે અમુક પેડ લીવનો ૮૦ ટકા ભાગ ચાઈલ્ડ કેર લીવ તરીકે ઉપયોગ કરી શકશે.

જિતેન્દ્ર સિંહ વધુ એક સુધારા વિશે જણાવતા કહ્યુ છે કે, હવે દિવ્યાંગ બાળકોની દેખરેખ રાખવા માટે કોઈ પણ સરકારી કર્મચારી ગમે ત્યારે ચાઈલ્ડ કેર લીવ લઈ શકે છે. પહેલા તેના માટે વધુમાં વધુ ઉમર ૨૨ વર્ષ સુધી નક્કી કરેલી હતી. જો કે, હવે આ નિયમમાં ફેરફાર કર્યો છે.

(10:34 am IST)