Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

ત્રાલમાં એક આતંકવાદીનું મોત : એકની શરણાગતિ

સાકિબ સિવિલ એન્જિનિયરિંગનું ભણી ચૂક્યો છે : ત્રાસવાદી સાકિબના સરેન્ડર માટે તેના માતા-પિતાની મદદ પણ લેવામાં આવી હતી, માતા-પિતાને ઘટના સ્થળે બોલાવ્યા

જમ્મુ,તા.૨૭ : જમ્મુ કાશ્મીરના પુલવામામાં ત્રાલમાં સોમવારે સુરક્ષાબળોની સાથે થયેલી એક્નાઉન્ટરમાં એક આતંકવાદી મારી નાંખ્યો. જ્યારે બીજા એક આતંકવાદીએ સુરક્ષાબળોની સામે આત્મસમર્પણ કર્યું. લાઇવ એનકાઉન્ટરમાં તેણે મા-બાપની હાજરીમાં સરેન્ડર કર્યું. જ્યાં અનેક એક આતંકીની હજી સુધી કોઇ ઓળખ નથી થઇ શકી. સેનાએ જણાવ્યું કે સુરક્ષાકર્મીઓએ જમ્મુ કાશ્મીર પોલીસને આપેલી સુચનામાં આધારે જિલ્લાના અવંતીપોરા ક્ષેત્રના નૂરપોરામાં એક સંયુક્ત અભિયાન શરૂ કર્યું હતું. પ્રવક્તાએ પણ જણાવ્યું કે એનકાઉન્ટરાં એક આતંકીની મોત થઇ ગઇ છે. જ્યારે અન્ય એક આંતકવાદીને અપીલ પર આત્મસમર્પણ કર્યું છે. સેના પ્રવક્તાએ કહ્યું કે એનકાઉન્ટરમાં તેની પાસેથી એક રાયફલ અને અન્ય સામગ્ર પણ મળી છે. ગુલશનપોરા ક્ષેત્રમાં રહેનાર આંતકીની ઓળખ સાકિબ અકબર વાજાના રૂપમાં થઇ છે. સુરક્ષાબળોએ તેને પકડી લીધો હતો.

તેણે કહ્યું કે પકડાયેલો આતંકવાદી વર્ષે ૨૫ સપ્ટેમ્બરથી ગુમ હતો. જાણકારી મુજબ આતંકી સાકિબ આતંકી સંગઠનમાં જોડાવા પહેલા સિવિલ એન્જિનિયરિંગનું ભણી ચૂક્યો છે. આતંકી સાકિબના સરેન્ડર માટે તેના માતા પિતાની મદદ પણ લેવામાં આવી હતી. એનકાઉન્ટરના સમયે તેના માતા-પિતાને ઘટના સ્થળે બોલવવામાં આવ્યા હતા. અને તેના પછી એનકાઉન્ટર દરમિયાન તેને સરેન્ડર કર્યું હતું. સૌથી સારી વાત સમગ્ર ઘટનાની તે છે કે જમ્મુ કાશ્મીરનો પાંચમો આતંકી છે જેણે એક મહિનાની અંદર સરેન્ડર કર્યું છે. નોંધનીય છે કે હાલમાં જમ્મુ કાશ્મીર પ્રશાસન અને સેના દ્વારા નવા અભિગમ પર અમીલકરણ થઇ રહ્યું છે જે અંતર્ગત આતંકીઓને સરેન્ડર કરાવવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે

જમ્મુ કાશ્મીરમાં અનેક યુવાનોને ભ્રમિત કરીને તેમને આંતકવાદ તરફ ખેંચી જવામાં આવે છે. ત્યારે ભારતીય સેના દ્વારા યુવાનોને પાછા લાવવા માટે નવતર પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. પહેલા પણ એનકાઉન્ટર સમયે આતંકીઓને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવતું રહ્યું છે પણ હાલ વાત પર વધુ ભાર મૂકવામાં આવી રહ્યો છે કે લોકો આત્મસમર્પણ કરી લે. માટે તેના પરિવારની પણ મદદ લેવામાં આવે છે. જેવું કે ઘટના પણ થયું હતું સરાહનીય છે.

(7:48 pm IST)