Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

ડીઆરઆઇનો સપાટો :બે દિવસમાં 32 કરોડનું 100 કિલો સોનુ પકડ્યું :એક ભૂટાની સહીત સાત લોકોની ધરપકડ

સિલિગુડી,મિઝોરમ બોર્ડર અને ણવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી દાણચોરીની સોનુ પકડ્યું

નવી દિલ્હીઃ ડિરેક્ટોરેટ ઓફ રેવેન્યુ ઈન્ટેલિજન્સ (DRI) દ્વારા દેશભરમાં કરવામાં આવેલી કાર્યવાહીમાં લગભગ રૂ.32 કરોડની કિંમતનું 100 કિલો સોનું પકડી પડાયું છે. DRIએ દેશમાં જુદા-જુદા સ્થળોએથી સોનાની દાણચોરી કરતા 7 અન્ય લોકોની પણ ધરપકડ કરી છે, જેમાંથી એક નાગરિક ભુટાનનો નાગરિક છે. 

  DRIની છેલ્લા કેટલાય સમયથી સોનાના દાણચોરો પર નજર હતી. DRIના અધિકારીઓને માહિતી મળી હતી કે દાણચોરો પોરસ બોર્ડરનો ફાયદો ઉઠાવીને ભારતમાં દાણચોરી મારફતે સોનું ઘુસેડી રહ્યા છે. DRIએ સૌથી પહેલા પશ્ચિમ બંગાળના સિલિગુડીમાંથી બે વ્યક્તિને પકડ્યા હતા. તેમની કારની તલાશી લેતાં તેમાંથી સોનાના 55 બિસ્કિટ મળ્યા હતા, જેનું વજન 55 કિલો હતું. 

DRIના જણાવ્યા મુજબ, કારમાં ડ્રાઈવરની સીટ નીચે એક સ્પેશિયલ ખાનું બનાવીને સોનું તેમાં સંતાડવામાં આવ્યું હતું. સોનું મિઝોરમ બોર્ડર દ્વારા મયાંમારમાંથી દાણચોરી મારફતે ભારતમાં લાવવામાં આવ્યું હતું. ત્યાર બાદ અન્ય કાર્યવાહી કરતાં DRIએ નવી દિલ્હી રેલવે સ્ટેશન પરથી 34 કિલો સોનું પકડી પાડ્યું હતું. સાથે જ દાણચોરીમાં સંડોવાયેલા ભુટાનના નાગરિક સહિત 3 લોકોની ધરપકડ પણ કરી હતી. આ સોનું પણ મયાંમારથી દાણચોરી મારફતે ભારતમાં લાવવામાં આવ્યું હતું. આ સોનું ચીન અને સ્વિસ માર્કાનું હતું.

(12:14 am IST)