Gujarati News

Gujarati News

News of Saturday, 27th October 2018

બોયફ્રેન્ડની લાશ સામે ફિઆન્સ સાથે કર્યું સેકસ, પછી ટુકડા કરી લગાવી દીધી આગ

મુંબઇ, તા.૨૭: વર્ષ ૨૦૦૮માં ૭ મેના રોજ મુંબઈમાં એક એવો હત્યાકાંડ સામે આવ્યો હતો. જેમાં આરોપીએ લાશના ટુકડા કરીને તેને આગ લગાવી દીધી હતી. આ વાત છે ખૂબ જ ચર્ચીત નીરજ ગ્રોવર હત્યાકાંડની. નીરજ ગ્રોવર એક પ્રોડકશન હાઉસમાં મીડિયા એકઝુકયૂટિવ તરીકે કામ કરતો હતો. તે સમયે મારિયા સુસાઈરાજ કન્નડ ફિલ્મોની એકટ્રેસ સંદ્યર્ષ કરી રહી હતી અને નીરજ મારિયાને પ્રોફેશનલ લાઈફમાં મદદ કરતો હતો.

કહેવામાં આવી રહ્યું છે કે તે ૬ મે ૨૦૦૮ના રોજ મારિયા સુસાઈરાજ મલાડમાં પોતાના નવા અપાર્ટમેન્ટમાં શિફ્ટ થઈ રહી હતી. નીરજ તે દિવસે સુસાઈરાજની મદદ કરી રહ્યો હતો અને તેણે નક્કી કર્યું કે તે સુસાઈરાજના નવા દ્યરમાં રોકાશે. આ કેસની તપાસ કરી રહેલી પોલીસે તે સમય જણાવ્યું હતું કે તેના બીજા દિવસે એટલે કે ૭ મેના રોજ મારિયા સુસાઈરાજનો ફિઓન્સે મેથ્યૂ જેરોમ અચાનક નવા દ્યરે આવી પહોંચ્યો હતો. મેથ્યૂ નેવીમાં લેફ્ટિનેન્ટ ઓફિસર હતો. મારિયાના બેડરૂમમાં નીરજને જોઈને મેથ્યૂ ગુસ્સે થઈ ગયો. દ્યરમાં પડેલું ચાકૂ લઈને મેથ્યૂએ નીરજ પર હુમલો કર્યો. બંને વચ્ચે ઝપાઝપી થઈ અને નીરજને ગંભીર ઈજા પહોંચતા તેનું મોત થઈ ગયું હતું.

ત્યાર બાદ મારિયા અને મેથ્યૂએ સાથે મળીને નીરજની લાશના ૩૦૦ ટુકડા કરી ત્રણ થેલામાં ભરી દીધા. એટલું જ નહીં તે દિવસે મારીયાએ ફ્લેટમાં તેને મંગેતર સાથે બે વખત સંબંધ બાંધ્યા હતા. ત્યાર બાદ બંનેએ નીરજની લાશના ટુકડા જંગલમાં લઈ જઈને સળગાવી દીધા હતા. શરૂઆતમાં મર્ડર કેસમાં માત્ર અંદાજ લગાવવામાં આવી રહ્યા હતા પરંતુ પોલીસની કડક પુછપરછમાં મારિયાએ ખુલાસો કર્યો કે નીરજ ગ્રોવરની લાશના ટુકડા મેથ્યૂએ કર્યા હતા. અદાલતે મેથ્યૂને હત્યાનો ગુનેગાર ઠરાવ્યો જયારે મારિયાને પુરાવા નષ્ટ કરવાનો આરોપ સાબિત થયો હતો.

(11:24 am IST)