Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

આવતીકાલે બપોરે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત થવાની સંભાવના

નવી દિલ્હી : દર વર્ષે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં વધારાની પરંપરા છે. આ વખતે પણ સરકાર આ પરંપરાને આગળ વધારી શકે છે અને તેમને ડીએ વધારાની ભેટ આપી શકે છે. છેલ્લા ઘણા સમયથી મોંઘવારી ભથ્થાના વધારાની પ્રતિક્ષા કરી રહેલા લાખો કેન્દ્રીય કર્મચારીઓને બુધવારે કદાચ સારી ખબર મળી શકે છે

આવતીકાલે નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની મળવાની છે અને તેમાં સરકાર કર્મચારીઓને મોંઘવારી ભથ્થાંની ભેટ આપી શકે છે. દેશભરમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ, અધિકારીઓ અને પેન્શનરો કે જેમને સાતમા પગારપંચના આધારે પગાર ચૂકવવામાં આવે છે, તેઓ તહેવારોના આ દિવસોમાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં સુધારા માટે રાહ જોઈ રહ્યા છે, કારણ કે ઘણા વર્ષોથી દર વર્ષે એક જ સમયે મોંઘવારી ભથ્થામાં સુધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી સરકારી કર્મચારીઓને તહેવારોની વચ્ચે કેટલાક વધારાના પૈસા મળે છે.

 

(9:00 pm IST)