Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

‘મા, મારા પ્રેમી સાથે લગ્ન કરાવવામાં મદદ કરજો'

મંદિરની દાનપેટીમાંથી એક પત્ર મળ્‍યો: પ્રેમ પત્રમાં લખ્‍યું હતુ કે, ‘મા હું તમારી પાસે આશા સાથે આવી છું: મને પ્રેમી રવિન્‍દ્ર સાથે લગ્ન કરાવવામાં મદદ કરજો'

સાંબલપુર, તા.૨૭: પશ્‍ચિમ ઓરિસ્‍સામાં મા સામલેશ્વરી માતાનું ખૂબ મોટું મંદિર આવેલું છે. હજારો માઈભક્‍તો અહીં આવતા હોય છે અને માતાજીના દર્શન કરીને ધન્‍યતા અનુભવતા હોય છે. આ વર્ષે કંઈક અલગ રીતે જ એક માઇભક્‍તે માતાજી સામે પોતાના વાત રજૂ કરી હતી અને તેનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.

દાનપેટીમાંથી પૈસાની ગણતરી વખતે કેટલાંક પત્રો પણ મળ્‍યા હતા. ત્‍યારે એક પ્રેમિકાએ પ્રેમીના સુખમય જીવન વિશે માતાજીને પ્રાર્થના કરતો એક પત્ર લખ્‍યો હતો. આ સાથે જ તેણે પત્રમાં લખ્‍યું હતું કે, તેઓ ટૂંક સમયમાં જ લગ્ન પણ કરવાના છે અને તેણે આગામી જીવન માટે સુખની પ્રાર્થના કરી હતી.

એવું માનવામાં આવી રહ્યુ છે કે તે પત્ર એક યુવાન છોકરીએ લખ્‍યો હતો. તેમાં લખ્‍યું હતું કે, ‘જય મા સામલાઇ, મા મારી પ્રાર્થના સ્‍વીકારજો. મા હું તમારી પાસે આશા સાથે આવી છું. મને મારા પ્રેમી રવિન્‍દ્ર સાથે લગ્ન કરાવવામાં મદદ કરજો.'

આ ઉપરાંત અન્‍ય બે પત્રો પણ દાનપેટીમાંથી મળ્‍યા હતા. એક પત્ર બંગાળીમાં લખ્‍યો હતો અને અન્‍ય પત્ર મલયાલમમાં લખ્‍યો હતો. ત્‍યારે તેમાં શું લખ્‍યું છે તે જાણી શકાયું નથી.

(4:18 pm IST)