Gujarati News

Gujarati News

News of Tuesday, 27th September 2022

દુનિયાભરમાં ભલે મંદી આવે પણ ભારતમાં નોકરિયાતોને જલસાઃ સેલેરીમાં થશે ડબલ ડિજિટમાં વધારો

ભારતમાં ૨૦૨૩માં સેલેરી ગ્રોથની એવરેજ ૧૦.૪ ટકા રહેશેઃ જ્‍યારે ચાલુ વર્ષ ૨૦૨૨માં અત્‍યાર સુધી ૧૦.૬ ટકાનો એવરેજ સેલેરી ગ્રોથ જોવા મળ્‍યો છે

નવી દિલ્‍હી, તા.૨૭: દુનિયાભરમાં હવે મંદી મંદીની બૂમો સંભળાઈ રહ્યા છે. આ સમયે મોટાભાગની ચર્ચા અમેરિકાની સંભવિત મંદીને લઈને થઈ રહી છે. અમેરિકાની અર્થવ્‍યવસ્‍થાની ભારત પર નોંધપાત્ર અસર હોવાથી ભારત અને ભારતીય કંપનીઓ પણ ભયના ઓથાર હેઠળ છે. દરમિયાન, ભારતમાં પગાર વધારાના આંકડાને લઈને એક નવો રિપોર્ટ સામે આવ્‍યો છે, જે દર્શાવે છે કે દેશમાં પગાર વધારાની ગતિ પર બ્રેક લાગી શકે છે.

જોકે ૨૦૨૨મા વૈશ્વિક સ્‍થિતિના આધારે જોતા ભારત એકમાત્ર એવો દેશ છે જ્‍યાં સૌથી વધુ પગાર વધારો થયો છે. ભારતમાં ૨૦૨૨માં ૧૦.૬ ટકાનો સરેરાશ પગાર વધારો જોવા મળ્‍યો હતો. જ્‍યારે જર્મનીમાં ૩.૫ ટકા, યુકેમાં ૪ ટકા, યુએસએમાં ૪.૫ ટકા, ચીનમાં ૬ ટકા, બ્રાઝિલમાં ૫.૬ ટકા અને જાપાનમાં ૩ ટકાનો વધારો જોવા મળી રહ્યો છે.

બિઝનેસ સ્‍ટાન્‍ડર્ડે ન્‍યૂઝ એજન્‍સી ત્‍ખ્‍ફલ્‍ને ટાંકીને કહ્યું કે ૨૦૨૩માં ભારતમાં સરેરાશ પગાર વધારો ૧૦.૪ ટકા રહેશે, જ્‍યારે આ વર્ષે (૨૦૨૨માં) અત્‍યાર સુધીમાં સરેરાશ ૧૦.૬ ટકાનો વધારો જોવા મળ્‍યો છે. આ રિપોર્ટ સોમવારે વૈશ્વિક પ્રોફેશનલ સર્વિસ ફર્મ એઓન દ્વારા બહાર પાડવામાં આવ્‍યો હતો.

વધુમાં, ૨૦૨૨ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં નોકરી ગુમાવવાનો દર ૨૦.૩ ટકાના ઊંચા સ્‍તરે રહ્યો હતો, જે ૨૦૨૧માં નોંધાયેલા ૨૧ ટકા કરતાં નજીવો ઓછો હતો. આમ, વેતનનું દબાણ યથાવત રહ્યું છે. આગામી કેટલાક મહિનામાં આ ટ્રેન્‍ડ ચાલુ રહેવાની શકયતા છે.

‘વૈશ્વિક મંદીના અહેવાલો અને સ્‍થાનિક ફુગાવામાં સતત અસ્‍થિરતા હોવા છતાં, અપેક્ષિત પગાર વળદ્ધિ દર બે આંકડામાં રહેશે. ‘ભારતમાં Aon'ના હ્યુમન કેપિટલ સોલ્‍યુશન્‍સના ભાગીદાર રૂપંક ચૌધરીએ જણાવ્‍યું હતું. જો કે, બિઝનેસ લીડર્સે એવા નિર્ણયો લેવા જોઈએ જે ખાતરી કરે કે ભવિષ્‍યમાં પણ તેમના કર્મચારીઓ તેમની સાથે રહે. એમ તેમણે છેલ્લે ઉમેર્યું હતું.

કયા સેક્‍ટરમાં પગાર વધારો થશે? આ રિપોર્ટ અનુસાર ઈ-કોમર્સ સેક્‍ટરમાં ૧૨.૮ ટકાના દરે સૌથી વધુ પગાર વધારો જોવા મળશે, ત્‍યારબાદ સ્‍ટાર્ટઅપ્‍સમાં ૧૨.૭ ટકાના દરે વધારો થશે. હાઈ-ટેક, ઈન્‍ફોર્મેશન ટેક્રોલોજી અને ઈન્‍ફોર્મેશન ટેક્રોલોજી-સક્ષમ સેવાઓમાં કર્મચારીઓનો પગાર ૧૧.૩ ટકાના દરે વધવાની અપેક્ષા છે. નાણાકીય સંસ્‍થાઓમાં પગાર ૧૦.૭ ટકાના દરે વળદ્ધિ કરશે. ભારતમાં Aon હ્યુમન કેપિટલ સોલ્‍યુશન્‍સના ડાયરેક્‍ટર જંગ બહાદુર સિંઘે જણાવ્‍યું કે, ‘જેમ વ્‍યાપક આર્થિક પરિસ્‍થિતિઓ પ્રતિભાના લેન્‍ડસ્‍કેપને અસર કરે છે, તેથી વ્‍યવસાયોએ એવી વ્‍યૂહરચના ઘડવી જોઈએ જેથી પ્રતિભાઓ તેમની સાથે રહે. આ માટે તેમની પ્રતિભા અનુસાર પુરસ્‍કાર આપવા જેવી વ્‍યવસ્‍થા લાગુ કરવી જોઈએ.

(3:49 pm IST)