Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જમ્મુ કાશ્મીરના અખનૂરમાં બીએસએફને મોટી સફળતા : હેરોઇન , હથિયારો અને નકલી ભારતીય ચલણ જપ્ત કર્યું

શંકાસ્પદ બેગમાંથી ચાર પિસ્તોલ, 100 કારતુસ, આઠ મેગેઝીન, એક કિલો હેરોઈન અને 2.75 લાખ રૂપિયા મળ્યા

શ્રીનગર : બીએસએફને અખનૂરમાં એક શંકાસ્પદ બેગ મળી આવતા તપાસ દરમિયાન બેગમાંથી ચાર પિસ્તોલ, 100 કારતુસ, આઠ મેગેઝીન, એક કિલો હેરોઈન અને 2.75 લાખ રૂપિયા (નકલી ભારતીય ચલણ) મળી આવ્યા હતા.

BSF પીઆરઓએ જણાવ્યું હતું કે ચોક્કસ ઇનપુટને આધારે આંતરરાષ્ટ્રીય બોર્ડર નજીક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સર્ચ દરમિયાન જાડા રીડ ઘાસમાં છુપાયેલી એક શંકાસ્પદ બેગ મળી આવી હતી. જેમાંથી હથિયારો, દારૂગોળો, નાર્કોટિક્સ (હેરોઈન) અને નકલી ભારતીય ચલણનો મોટો જથ્થો મળી આવ્યો છે.

આ પહેલા રવિવારે જમ્મુમાં એક આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછ દરમિયાન ઘણી ચોંકાવનારી બાબતો સામે આવી છે. તેને જમ્મુમાં પસંદગીયુક્ત હત્યાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. એટલું જ નહીં આતંકવાદી સુનૈન જમ્મુ રેલવે સ્ટેશન પરથી ટ્રેન પકડીને ક્યાંક જવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હવે તેને ટ્રેન પકડ્યા બાદ ક્યાં જવું હતું તે હાલમાં તપાસનો વિષય છે. પરંતુ આતંકવાદીની દિલ્હી જવાની પણ સંભાવના છે. આ સાથે એક સવાલ એ પણ છે કે, જો તેને કોઈ વ્યક્તિને મારવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, તો તે દિલ્હી જઈને કોને મારવા માંગતો હતો? આ સંદર્ભમાં આતંકવાદીની ઊંડી પૂછપરછ કરવામાં આવી રહી છે.

સૂત્રોનું કહેવું છે કે આતંકવાદી સુનૈન ત્રણ દિવસ પહેલા જ કાશ્મીરથી જમ્મુ પહોંચ્યો હતો. તે બાથિંડીમાં OG કામદારો સાથે રહેતો હતો. તે કાશ્મીરથી એક પિસ્તોલ લાવ્યો હતો, જે ગોળીઓથી ભરેલી હતી. રવિવારે સવારે 11 વાગ્યે બાથિંડીથી નીકળ્યો હતો. જેને એક OG કર્મચારીએ પોતાની સ્કૂટી પર બેસાડ્યો અને રેલવે સ્ટેશન છોડવા આવવા લાગ્યો, કારણ કે પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને આતંકવાદીનો ખ્યાલ આવી ગયો હતો, તેથી નાકા પહેલેથી જ મુકવામાં આવ્યા હતા અને તે પકડાઈ ગયો હતો .

(10:19 pm IST)