Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

કૃષ્ણ જન્મભૂમિ મામલે વધુ અરજી, ૨૫મીએ સુનાવણી

૧૯૬૮માં થયેલા કરારને ખોટા ગણાવાયા : મથુરામાં શ્રીકૃષ્ણ વિરાજમાન મામલાને લઈને અત્યાર સુધી છ થી વધારે અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી

મથુરા, તા.૨૭ : ઉત્તર પ્રદેશના મથુરામાં શ્રીકૃષ્ણ વિરાજમાન મામલાને લઈને અત્યાર સુધી થી વધારે અરજી સિવિલ જજ સીનિયર ડિવીઝનની કોર્ટમાં દાખલ કરવામાં આવી ચૂકી છે. તમામ અરજીઓ પર ન્યાયાલય સુનાવણી કરી રહ્યા છે.

ન્યાયાલયમાં વધુ એક નવી અરજી દાખલ કરવામાં આવી છે. ન્યાયાલય અરજી પર ૨૫ ઓક્ટોબરે સુનાવણી કરશે.

માંટ ક્ષેત્રના રહેનાર ગોપાલ ગિરી મહારાજે ભક્ત હોવાના સંબંધે જિલ્લા જજની અદાલતમાં શ્રીકૃષ્ણ જન્મ ભૂમિની ૧૩.૩૭ એકર ભૂમિને અતિક્રમણ મુક્ત કરાવવા અને પૂર્વમાં ૧૯૬૮ની મસ્જિદ અને મંદિરની વચ્ચે થયેલા કરારને ખોટા ગણાવ્યા છે. તેમણે કહ્યુ કે પૂર્વમાં જે કરાર કરવામાં આવ્યા છે તે ખોટા છે. તેથી અરજીકર્તાઓ દ્વારા શ્રીકૃષ્ણ જન્મભૂમિની જમીનમાં શાહી ઈદગાહ મસ્જિદને ખોટા ગણાવ્યા અને હટાવવાની માગ કરવામાં આવી છે.

અરજીકર્તા દ્વારા પહેલા શ્રીકૃષ્ણ જન્મભૂમિ મામલાને લઈને જિલ્લા જજની કોર્ટમાં અરજીને દાખલ કરવામાં આવી. જિલ્લા જજની કોર્ટે મામલાને સિવિલ જજ સીનિયર ડિવિઝનની કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો. સાથે સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડ, શાહી ઈદગાહ મસ્જિદ મથુરા, શ્રીકૃષ્ણ સેવા સંસ્થાન અને શ્રીકૃષ્ણ સેવા સંઘે નોટિસ જારી કરી છે. ન્યાયાલય સમગ્ર મામલે ૨૫ ઓક્ટોબરે સુનાવણી કરશે.

(7:58 pm IST)