Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

આનંદગિરી સહિત ત્રણનાં સાત દિવસનાં રિમાન્ડ મંજૂર

મહંત નરેન્દ્રગિરિના મોતના કેસમાં કાર્યવાહી : ત્રણેય આરોપી ૭ દિવસ સીબીઆઈની કસ્ટડીમાં રહેશે, રિમાન્ડ વેળા થર્ડ ડિગ્રીનો ઉપયોગ ન કરવા કોર્ટનો આદેશ

પ્રયાગરાજ, તા.૨૭ : પ્રયાગરાજ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. મહંત નરેન્દ્ર ગિરી  કેસના ત્રણેય આરોપીઓના દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. ત્રણેય આરોપી દિવસ સુધી સીબીઆઈની કસ્ટડીમાં રહેશે. મંગળવારે સવારે કલાકથી સીબીઆઈની કસ્ટડીની અવધી શરૂ થશે જે ઓક્ટોબર સુધી ચાલશે.

કોર્ટે સીબીઆઈને આદેશ આપ્યો છે કે રિમાન્ડ દરમિયાન થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. સિવાય જેલથી ત્રણેયને કસ્ટડીમાં લેવા અને પરત પહોંચાડવા દરમિયાન મેડિકલ પણ કરાવવામાં આવશે. રિમાન્ડનો સમય ૨૮ સપ્ટેમ્બરે સવારે કલાકથી ઓક્ટોબર સાંજે કલાક સુધી નક્કી કરવામાં આવ્યો છે. ત્રણેયના રિમાન્ડને લઈને આરોપીઓના વકીલ અને સીબીઆઈ તરફથી બપોરે બે કલાક સુધી દલીલો ચાલી હતી. કોર્ટેમાં આનંદ ગિરીના વકીલે કસ્ટડીનો વિરોધ કર્યો, જ્યારે જજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આનંદ ગિરી સાથે વાત કરી તો તેમણે કસ્ટડીનો વિરોધ કર્યો પરંતુ બે કે ત્રણ દિવસના રિમાન્ડ સ્વીકારવાની અપીલ કરી હતી. પહેલા સીબીઆઈએ બાધંબરી મઠમાં મહંત નરેન્દ્ર ગિરીના મોત મામલામાં ઘટનાનું રી-ક્રિએશન કર્યું. મહંતના શિષ્ય બલબીર ગિરીની ફરી પૂછપરછ કરવામાં આવી હતી. સીબીઆઈની ટીમે આશરે કલાક સુધી મઠમાં રહી અલગ-અલગ એંગલથી તપાસ કરી હતી. ૭૨ વર્ષના મહંત પાછલા સપ્તાહે બાધંહરી મઠ સ્થિત પોતાના રૂમમાં મૃત મળ્યા હતા. પ્રારંભિક પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે મહંતનું મોત ફાંસી પર લટકવાને કારણે થયું છે. ઉત્તર પ્રદેશ પોલીસની તપાસ અનુસાર મહંતને છેલ્લે સોમવારે બપોરે ભોજન બાદ પોતાના રૂમમાં પ્રવેશ કરતા જોવામાં આવ્યા હતા. સાંજે તેમના શિષ્યોએ દરવાજો ખખડાવ્યો તો કોઈ જવાબ મળ્યો નહીં. જ્યારે તેમના શિષ્યોએ દરવાજો તોડ્યો અને રૂમમાં પ્રવેશ કર્યો તો નરેન્દ્ર ગિરી ફાંસી પર લટકતા જોવા મળ્યા હતા.

(7:56 pm IST)