Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

કાશ્મીરની સહકારી બેન્કે મંજૂરી વિના શાખાઓ ખોલી

નાબાર્ડ દ્વારા હાથ ધરાયેલી તપાસમાં ઘટસ્ફોટ : જમ્મુ-કાશ્મીર રાજ્ય સહકારી બેન્કને બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯નુ ઉલ્લંઘન બદલ દંડ ફટકારાયો

નવી દિલ્હી, તા.૨૭ : કેન્દ્ર સરકારની સંસ્થા નાબાર્ડ દ્વારા કરવામાં આવેલી એક તપાસથી જાણવા મળ્યુ હતુ કે જમ્મુ-કાશ્મીર રાજ્ય સહકારી બેક્ને બેક્નિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯નુ ઉલ્લંઘન કર્યુ છે. તેણે રિઝર્વ બેક્નની પરવાનગી વિના રાજ્યમાં કેટલીક શાખાઓ ખોલી લીધી. રિઝર્વ બેક્ને કહ્યુ કે નિયમોના અનુપાલનમાં ખામીના કારણે બેન્ક પર દંડ લગાવવામાં આવી રહ્યો છે.

રિઝર્વ બેન્કે કહ્યુ કે નાબાર્ડ દ્વારા બેન્કની ૩૧ માર્ચ ૨૦૧૯ સુધીની નાણાંકીય હાલતની તપાસ કરવામાં આવી અને તેના રિપોર્ટમાં જાણકારી મળી છે કે સહકારી બેન્કે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ ૧૯૪૯ની કલમ ૫૬ના સેક્શન ૨૩ નુ ઉલ્લંઘન કર્યુ છે. બેક્ને રિઝર્વ બેક્નની પરવાનગી વિના કેટલીક શાખાઓ ખોલી લીધી હતી.

રિઝર્વ બેન્કે એક નિવેદનમાં કહ્યુ, તપાસના આધારે બેક્નને એક કારણ બતાઓ નોટિસ જારી કરીને પૂછવામાં આવ્યુ હતુ કે તેની પર નિયમોના ઉલ્લંઘન માટે કેમ દંડ લગાવવામાં આવે નહીં.

બેન્કના આની પર જવાબ મળ્યા બાદ રિઝર્વ બેન્ક નિષ્કર્ષ પર પહોંચ્યુ કે નિયમોના ઉલ્લંઘનના આરોપ યોગ્ય છે અને બેક્ન પર દંડ લગાવવામાં આવ્યો. ઉલ્લેખનીય છે કે ભારતીય સ્ટેટ બેન્ક નિયમોના ઉલ્લંઘન માટે સમય-સમય પર બેન્કને ચેતાવણી જારી કરી છે અને કોઈ પણ પ્રકારના ઉલ્લંઘનને જાહેર થવા પર દંડ લગાવે છે.

(7:55 pm IST)