Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ડોગરા ચોકમાંથી શંકાસ્પદ બેગ મળતાં ઊંડી તપાસ શરૂ

જમ્મુ-કાશ્મીર પર આતંકવાદીઓનો ડોળો : આતંકીની પૂછપરછ બાદ પોલીસે તેની ગતિવિધિઓ, તે કોને મારવા આવ્યો હતો તે બાબતે તપાસ હાથ ધરી

શ્રીનગર, તા.૨૭ : જમ્મુ શહેરના ડોગરા ચોકમાં એક શંકાસ્પદ બેગ જપ્ત થઈ છે. ચોક પર તૈનાત પોલીસની ટીમ બેગની તપાસમાં લાગેલી છે. સાથે વિક્રમ ચોકમાં પોલીસે સ્પેશ્યલ ચોકી પણ લગાવી છે. શંકાસ્પદ પર પોલીસની બાજનજર છે. રવિવારે શહેરમાં એક આતંકીની ધરપકડ કરવામાં આવી હતી. તેની પૂછપરછમાં કેટલીક ચોંકાવનારી વાત સામે આવી છે. તેને જમ્મુમાં કોઈ વ્યક્તિને મારવાનો ટારગેટ આપવામાં આવ્યો હતો.

એટલુ નહીં આતંકી સુનૈન જમ્મુ રેલવે સ્ટેશનથી ટ્રેન પકડીને ક્યાંય જવાની ફિરાકમાં હતો હવે તેને ટ્રેન પકડીને ક્યાં જવુ હતુ, હાલ તપાસનો વિષય છે પરંતુ આતંકીના દિલ્હી જવાની આશંકા પણ છે. સાથે એક પ્રશ્ન પણ છે, જે તેને કોઈ વ્યક્તિને મારવાનો ટારગેટ આપવામાં આવ્યો હતો તો તે દિલ્હી જઈને કોને મારવા જતો હતો? આને લઈને પણ આતંકીની ઊંડી પૂછપરછ કરવામાં આવી રહી છે.

સૂત્રોનુ કહેવુ છે કે આતંકી સુનૈન ત્રણ દિવસ પહેલા કાશ્મીરથી જમ્મુ પહોંચ્યો હતો. તે બઠિંડીમાં ઓજી વર્કરની પાસે રહી રહ્યો હતો. તે કાશ્મીરથી પિસ્ટલ લઈને આવ્યો હતો. જે ગોળીઓથી ભરેલી હતી. રવિવાર સવારે ૧૧ વાગે બઠિંડીથી નીકળ્યો હતો. જેને એક ઓજી વર્કરે પોતાની સ્કુટી પર બેસાડ્યો અને રેલવે સ્ટેશન છોડવા માટે આવવા લાગ્યા, કેમ કે પોલીસના સ્પેશ્યલ ઑપરેશન ગ્રૂપને પહેલાથી આતંકીની ભનક લાગી ગઈ હતી, તેથી પહેલા નાકા લગાવવામાં આવ્યા અને આને પકડી લેવાયા.

(7:54 pm IST)