Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

કોરોના જેવા બીજા 3 વાયરસ મળ્‍યાઃ કોવિડની સરખામણીએ આ ત્રણેય પણ અત્‍યંત ઘાતક

વૈજ્ઞાનિકોએ 3 નવા વાયરસને લઇ તપાસ કરતા આ વાયરસ કોરોના વાયરસ સાથે 96 ટકા સામ્‍યતા ધરાવતા હોવાનું ખુલ્‍યુ

કોરોના વાયરસ જેવાજ બિજા ત્રણ વાયરસ મળી આવ્યા છે. જેના કારણે વિશ્વના દેશો પર મોટું સંક્ટ ફેલાયું છે. આ ત્રણેય વાયરસ ચામાચિડીયામાંથી ઉત્પન્ન થયા છે અને કોરોનાની સરખામણીએ અત્યંત ઘાતક છે.

કોરોના વાઇરસનો ખતરો હજુ સાવ ટળ્યો નથી ત્યારે કોરોના જેવા જ ત્રણ વધુ વાઇરસ સામે આવતાં સમગ્ર દુનિયામાં ખળભળાટ મચી ગયો છે. વૈજ્ઞાનિકો પણ આ ત્રણ નવા વાઇરસને લઈને પરેશાન છે કોરોના વાઇરસ સાથે ૯૬ ટકા સામ્યતા ધરાવતા આ ત્રણ વાઇરસ લાઓસનાં ચામાચીડિયાંમાંથી લેવામાં આવેલાં સેમ્પલમાં મળી આવ્યાં છે. અત્યાર સુધી જેટલા પણ વાઇરસ સામે આવ્યા છે. તે પૈકી આ ત્રણ વાઇરસ કોરોનાની સૌથી નિકટ વાઇરસ હોવાનું બહાર આવ્યું છે. સિડની યુનિવર્સિટીના વિષાણુ વૈજ્ઞાનિક એડ્વર્ડ હોમ્સનું કહેવું છે કે જયારે અમે પ્રથમવાર કોરોના વાઇરસનો જિનેટિક સિક્વન્સ તૈયાર કર્યો ત્યારે જે રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેન મળી આવ્યા હતા. તે અમારા માટે નવા હતા, અને તેથી કેટલાક લોકોએ એવું અનુમાન કર્યું છે કે આ વાઇરસની ઉત્પત્તિ લેબોરેટરીમાં થઇ છે. 

ખાસ પ્રજાતિના ચામાચિડીયામાંથી મળ્યા વાયરસ

વૈજ્ઞાનિકોનાં સંશોધનમાં એવું બહાર આવ્યું છે કે આ પૃથ્વી પર કોરોના જેવા કેટલાય વાઇરસ અસ્તિત્વમાં છે. તાજેતરમાં જ પેરિસ સ્થિત પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટના વિષાણુ વૈજ્ઞાનિક માર્ક એલોઇટે પોતાના સાથીઓ સાથે લાઓસમાં આવેલી એક ગુફામાંથી ૬૪૫ ચામાચીડિયાંનાં સેમ્પલ લીધાં હતાં. આમાંથી ખાસ પ્રજાતિનાં ત્રણ ચામાચીડિયાંમાં ત્રણ નવા વાઇરસ મળી આવ્યા છે. જેમનાં નામ -બીએએનએએલ -૫૨, બીએએનએએલ-૧૦૩ અને બીએએનએએલ-૨૩૬ છે.

નવા વાયરસ અત્યંત ઘાતક

આમાંથી બીએએનએએલ-૫૨ વાઇરસની કોરોનાના વાઇરસ સાથે ૯૬.૦૮ ટકા સામ્યતા છે. જોકે અત્યાર સુધી એ સ્પષ્ટ થયું નથી કે કોરોના વાઇરસ પ્રાકૃતિક છે કે તેને લેબમાં બનાવવામાં આવ્યો છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર ત્રણ નવા વાઇરસના જિનેટિક કોડ એ દાવાને સમર્થન આપે છે. જેમાં કોરોના વાઇરસની ઉત્પત્તિને પ્રાકૃતિક માનવામાં આવી છે પરૌંલાઓસમાં મળેલા નવા વાઇરસથી સ્પષ્ટ થઇ ગયું છે કે કોરોના વાઇરસ કુદરતની નીપજ છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ   ગ્લાસગોના વૈજ્ઞાનિક ડેવિડે ચેતવણી આપી છે કે આ વાઇરસ અત્યંત ડરામણા છે. ડરવાનું સૌથી મોટું કારણ એ છે કે આ વાઈરસ પણ કોરોનાની જેમ જ માનવીઓને સંક્રમિત કરવા માટે કોરોના જેટલા જ સક્ષમ છે " ધ નેચર જર્નલ' ના અહેવાલ અનુસાર નવા વાઈરસમાં કોરોના વાઇરસ જેવું જ રિસેપ્ટર બાઈન્ડિંગ ડોમેન મળી આવ્યું છે.

(5:49 pm IST)