Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જર્મનીમાં સોશ્‍યલ ડેમોક્રેટિક પાર્ટીએ રાષ્‍ટ્રીય ચૂંટણીમાં જીત મેળવીઃ ચાન્‍સેલર એન્‍જેલા મર્કેલની કન્‍ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્‍વ હેઠળના 17 વર્ષના શાસનનો અંત આવશે

આ પહેલા જર્મનીની ચૂંટણી જીતનાર કોઇપણ પક્ષને 21 ટકાથી ઓછા મત નહોતા મળ્‍યા

જર્મનીમાં સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીએ રાષ્ટ્રીય ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી છે. આ સાથે ચાન્સેલર એન્જેલા મર્કેલની કન્ઝર્વેટિવ પાર્ટીના નેતૃત્વ હેઠળના 16 વર્ષના શાસનનો અંત આવશે.સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીને લગભગ 26 ટકા મત મળ્યા, જ્યારે એન્જેલા મર્કેલના પક્ષને 24.5 ટકા મત મળ્યા. બંને પક્ષો માને છે કે તેઓ આગામી સરકાર બનાવશે. 299 મતવિસ્તારમાંથી 267 પર આધારિત આંશિક મત ગણતરી સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી 25.7 ટકા મત સાથે આગળ છે. આ પહેલા, જર્મનીની ચૂંટણી જીતનાર કોઈપણ પક્ષને 21 ટકાથી ઓછો મત મળ્યો ન હતો. અંતિમ પરિણામ હજુ જાહેર થવાનું બાકી છે અને માર્જિન ખૂબ નાનું છે, પરંતુ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી જીતી શકે છે.

(5:09 pm IST)