Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

૩૧ ઓકટોબર પહેલા તમામ પેન્ડીંગ ફાઇલનો નિકાલ કરોઃ PMનો સરકારી કાર્યાલયોને આદેશ

ડેડલાઇન પૂર્વે બધા કાર્યો પૂરા કરવા માટેનો હેતુ

નવી દિલ્હી, તા.૨૭: સરકારી બાબુઓને વડાપ્રધાન મોદી દ્વારા મોટો આદેશ આપવામાં આવ્યો છે. જેમા વડાપ્રધાન મોદીએ તેમને ૩૧ ઓકટોબર પહેલા બધાજ પેન્ડિંગ કામ પતાવા આદેશ આપ્યો છે

વડાપ્રધાન મોદીએ આદેશ આપ્યા છે કે એક મહિનામાં સરકારી કચેરીઓમાં જે પણ પેન્ડીંગ કામો પડ્યા છે. તે પૂરા કરવામાં આવે. જુની જે પણ ફાઈલો પડી છે. તે બધી ફાઈલોનો નિકાલ લાવવા કહ્યું છે. સાથેજ સંસદમાં જે પણ આશ્વાસનો મંત્રાલયે આપ્યા છે તે બધાજ કામ ૩૧ ઓકટોમ્બર પહેલા પતાવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

સમગ્ર મામલે કેબિનેટ સચિવ દ્વારા પણ મંત્રાલયને તેમજ અન્ય વિભાગોને પત્ર લખવામાં આવ્યો છે. જેના કારણે ૧૩ સપ્ટેમ્બરથી બધા કામે લાગી ગયા છે. ઓકટોમ્બરથી આ સ્વચ્છતા મુહિમ શરૂ થવાની છે. જેને ડેડલાઈન પહેલા પૂરી કરવા માટે વડાપ્રધાને આદેશ આપ્યા છે.

PM મોદીના આદેશ પર કેબિનેટ સચિવે દરેક મંત્રાલયને પત્ર લખ્યો છે. સાથેજ તેમની  કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી રહી છે. પત્રમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કે સ્વતંત્રતા દિવસ પર PM મોદીએ હાલ જે નિયમો લાગૂ કરવામાં આવ્યા છે. તેની સમિક્ષા રાખવા પર જોર આપ્યું હતું. જે વાતને ધ્યનમાં રાખીને દરેક મંત્રાલયોએ કામ કરવું જોઈએ.

જે પણ જૂની ફાઈલો પડી છે તેનું કામકાજ ૨ ઓકટોબરથી શરૂ કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. જેથી ગાંધી જયંતીને આ વર્ષે રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસના રૂપમાં મનાવામાં આવશે. ખાસ કરીને લોકોએ જે ફરિયાદો કરી છે. તે ફરિયાદોનું નિવારણ પણ ઓકટોબર મહિનાના અંત સુધીમાં લાવવા માટે સૂચન આપવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના આદેશ બાદ સંસદમાં જે પણ આશ્વાસન આપવામાં આવ્યા છે તેને લઈને જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવશે. સાથેજ દરેક સાંસદોને પણ સૂચના આપવામાં આવી છે કે દરેક કામ તેઓ જલ્દીથી જલ્દી સમાપ્ત કરે.

(3:32 pm IST)