Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

હેલમંદ પ્રાંતમાં તાલિબાનને જાહેર કર્યુ એક ફરમાન

તમામ સલૂનમાં દાઢી શેવ કરવા અથવા તેને ટ્રિમ કરવા અને ડ્રસિંગ સલૂનમાં કોઈ પણ પ્રકારનું સંગીત વગાડવા પર પ્રતિબંધ

કાબુલ, તા.૨૭: મહિલાઓના અધિકાર લગભગ ખતમ કરવા તાલિબાને હવે અફધાનમાં પુરુષોની આઝાદી પર રોક ટોક શરુ કરી દીધી છે. અફદ્યાનિસ્તાનના હેલમંદ પ્રાંતમાં તાલિબાનને તમામ સલૂનમાં દાઢી શેવ કરવા અથવા તેને ટ્રિમ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. આ માટે તાલિબાને એક ચિઠ્ઠી જારી કરી છે.

ધ ફ્રંટિયર પોસ્ટે એક સમાચારમાં તાલિબાનની ચિઠ્ઠીના હવાલાથી લખ્યું છે કે દક્ષિણી અફદ્યાનિસ્તાનના હેલમંદ પ્રાન્તમાં તાલિબાને સ્ટાઈલિશ હેર સ્ટાઈલ અને દાઢી શેવ કરવા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

સમાચાર મુજબ મિનિસ્ટ્રી ઓફ ઈસ્લામિક ઓરિએન્ટેશનના અધિકારીઓએ આ સંબંધમાં પ્રાંતીય રાજધાની લશ્કર ગહમાં હેરડ્રેસિંગ સલૂનના પ્રતિનિધિઓની સાથે બેઠક કરી હતી. જેમાં હેર સ્ટાઈલિંગ અને દાઢી શેવ કરવાને લઈને ચેતવ્યા હતા.

સોશિયલ નેટવર્ક પર શેર કરવામાં આવી રહેલી આદેશની કોપીમાં એ પણ ખબર પડી છે કે તાલિબાને હેર ડે્રસિંગ સલૂનમાં કોઈ પણ પ્રકારનું સંગીત વગાડવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

ઉલ્લેખનીય છે ૧૫ ઓગસ્તે અફદ્યાનિસ્તાનની રાજધાની કાબુલ પર કાબજા બાદથી તાલિબાને દેશભરમાં શરિયા કાયદો લાગૂ કરવાની શરુ કરી દીધા હતા. હાલમાં જ તાલિબાનની ક્રુરતા તે સમયે સામે આવી હતી જયારે અપહરણના ચાર આરોપીઓને મારી ચોકમાં લટકાવી દેવામાં આવ્યા હતા.

(3:32 pm IST)