Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

આજે પૃથ્વી સાથે ટકરાશે જીયોમૈગ્નેટીક તોફાન : ઘણા દેશોમાં બ્લેકઆઉટનો ખતરો

આ તોફાનથી ઉત્તરી ધ્રુવ ઉપર નોર્થન લાઇટ્સ દેખાવાની શકયતા : સેટેલાઇટ અને ઇલેકટ્રીક ગ્રીડસ ઉપર અસર થશે : રક્ષા કવચ ચુંબકીય ક્ષેત્રને ભેદી શકે છે : ૧૯૯૧માં અડધા અમેરિકામાં લાઇટ ગુલ થયેલ

નવી દિલ્હી, તા. ર૭ : સુરજથી નીકળતા જોરદાર તોફાનની લહેર આજે ધરતી સાથે ટકરાઇ શકે છે. જેથી જીપીએસ સીસ્ટમ, મોબાઇલ ફોન, સેટેલાઇટ ટીવી અને પાવરગ્રીડને અસર પહોંચી શકે છે તેમ અમેરિકાની અંતરીક્ષ હવામાન ઉપર નજર રાખતી સંસ્થાએ જણાવેલ. જીયોમૈગ્નેટીક તોફાન પૃથ્વી ઉપર થોડો મીનીટો માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

અમેરિકી સ્પેસ એજન્સી નાસા મુજબ સૂર્યની સપાટી ઉપર મોટા પ્રમાણમાં વિસ્ફોટ થાય છે. જ દરમિયાન કેટલાક ભાગ ખુબ જ તેજોમય પ્રકાશ સાથે ખુબ જ વધુ ઉર્જા છોડે છે. જેને સન ફલેયર કહેવાય છે. આ વિસ્ફોટોથી સપાટીથી ચુંબકીય ઉર્જા મોટી માત્રામાં નિકળે છે, જેથી સૂર્યની બહારની સપાટીનો કેટલોક ઉર્જા બહાર નીકળે છે, જે આગના લબકારા જેવી દેખાય છે.

વૈજ્ઞાનિકો મુજબ જો આ ઉર્જા સતત ઘણા દિવસો સુધી નીકળતી રહેતો તેના ખુબ જ નાના ન્યુકલીયર પાર્ટીકલ પણ નિકળતા લાગે છે, જે બ્રહ્માંડમાં ફેલાય જાય છે અને તેને જીયોમેગ્નેટીક તોફાન કહેવામાં આવે છે. મહત્વનું એ છે કે સૂર્યની કઇ દિશામાં વિસ્ફોટ થયા છે, કેમકે જે દિશામાં વિસ્ફોટ થાય છે તે દિશામાં જ ન્યુકલીયર પાર્ટીકલ લઇ ઉર્જા બ્રહ્માંડમાં ફરતી થાય છે.

સૂરજથી નિકળનાર રેડીએશનથી પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્રે રક્ષણ આપે છે. પણ સૌર તોફાન આ રક્ષા કવચને ભેદીને પૃથ્વી ઉપર અસર કરે છે. આ તોફાનને જી-૧ થી જી-પ સુધીની શ્રેણીમાં જાહેર કરવામાં આવે છે. જી-૧ સૌથી કમજોર અને જી-પ અત્યંત નુકશાનકર્તા હોય છે.

ધરતી ઉપર સૌર તોફાનનો સૌથી ભયાવહ અસર માર્ચ ૧૯૮૯માં જોવા મળેલ. આ તોફાનના કારણે કેનાડાના હાઇડ્રો કયુબેક ઇલેકેટ્રીસીટી ટ્રાન્સમીશન સીસ્ટમ -૯ કલાક બ્લેક આઉટ થયેલ. જયારે ૧૯૯૧માં આવેલ તોફાનથી લગભગ અડધા અમેરિકામાં વિજળી ગુલ થયેલ. જો કે ૧૮પ૯ માં આવેલ તોફાન કૈરીંગ્ટન ઇવેન્ટ વખતે આટલી લાઇટ કે સેટેલાઇટ અને મોબાઇલ ફોન ન હતા એટલે નુકશાન ન બરાબર હતુ, પણ જો આ તીવ્રતાનું તોફાન હાલના સમયમાં આવે તો મોટુ નુકશાન થઇ શકે છે. જેનાથી જીપીએસ સીસ્ટમ બાધીત થઇ શકે છે ઉપરાંત મોબાઇલના નેટવર્ક પણ ચાલ્યા જઇ શકે છે. 

(1:06 pm IST)