Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ગુગલે પોતાના માટે ડુડલ બનાવી ઉજવ્યો ૨૩ મો જન્મદિવસ

નવી દિલ્હી, તા.૨૭: સૌની મુશ્કેલીનો ઉકેલ એટલે ગુગલ આજે ૨૭ સપ્ટેમ્કરે પોતાનો જન્મદિવસ ઉજવે છે. દુનિયાભરમાં પ્રચલિત સર્ચ એન્જિન ગૂગલ આજે પોતાનો ૨૩મો જન્મદિવસ ઉજવી રહ્યું છે. અન્ય ખાસ દિવસની જેમ ગૂગલે પોતાના હોમ પેજ પર આ વખતે પોતાના માટે જ ડૂડલ બનાવ્યું છે. તેમાં ગૂગલની સ્પેલિંગની વચ્ચે એક કેક જોવા મળી રહી છે. આ એક એનિમેટેડ ડૂડલ છે.

ગૂગલે આજે પોતાના હોમ પેજ પર પોતાના જન્મદિવસનું ડૂડલ બનાવ્યું છે.Google Doodleમાં એક કેક છે જેની ઉપર ૨૩ લખવામાં આવ્યું છે. જેમાં Googleમાં Lના સ્થાન પર જન્મદિવસની મીણબત્તી છે. જોકે, ટેકનીકલ રીતે Googleની સ્થાપના ૪ સપ્ટેમ્બર, ૧૯૯૮ના રોજ થઈ હતી. તેને પહેલાના ૭ વર્ષ સુધી માનવામાં આવી. પરંતુ ૨૭ સપ્ટેમ્બરે કંપનીના પોતાના સર્ચ એન્જિન પર રેકોર્ડ નંબર પેજ સર્ચ કરવામાં આવ્યા. ત્યારબાદથી અત્યાર સુધી આ જ દિવસે કંપનો પોતાનો જન્મદિવસ ઉજવે છે.

(1:04 pm IST)