Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

ખાતર કૌભાંડમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના ભાઈને ઇડીનું સમન્સ

સબસિડી ધરાવતી પોટાશ ખોટા દસ્તાવેજનો સહારો લઇને વિદેશ નિકાસ કર્યાનો આરોપ : ઇડીએ અગાઉ તેમની દુકાનો અને અન્ય સ્થળોએ રેડ કરી હતી

નવી દિલ્હી : ખાતર કૌભાંડમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના ભાઇ અગ્રસેન ગહેલોતને ઇડીએ સમન મોકલીને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા આ કૌભાંડ માટે ઇડીની ટીમ રાજસ્થાનમાં તેમની દુકાનો અને અન્ય સ્થળોએ રેડ કરી ચુકી છે. આ સિવાય આ ટીમ ગુજરાત, મુંબઇ, પશ્ચિમ બંગાળમાં પણ કાર્યવાહી કરી ચુકી છે.

ખાતર કૌભાંડને લઇને અગ્રસેન ગહેલોત પર સકંજો કસાઇ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ઇડીએ કસ્ટમ વિભાગની ફરિયાદ પર ગુનાહિત કેસ દાખલ કર્યો હતો. તે બાદ તેમના કેટલાક સ્થળો પર રેડ કરવામાં આવી હતી અને કરોડોનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

અગ્રસેન ગહેલોત ફર્ટીલાઇજરનો બિઝનેસ છે, તેમની કંપની અનુપમ કૃષિ કામ ખાતરને રાખીને તેને ખેડૂતોને વિતરણ કરવાનું હતું. આરોપ છે કે યુપીએ સરકારના સમયમાં અગ્રસેન ગહેલોતની કંપની અનુપમ કૃષિએ ખેડૂતોને આપવા માટે આવેલી સબસિડી ધરાવતી પોટાશ ખોટા દસ્તાવેજનો સહારો લઇને વિદેશ નિકાસ કરી દીધી હતી. આ પોટાશ ઇન્ડિયન પોટાશ લિમિટેડ તરફથી વિદેશ આયાત કરવામાં આવી હતી

(11:53 am IST)