Gujarati News

Gujarati News

News of Monday, 27th September 2021

જીએસટી રિફંડ માટે આધાર ઓથેન્‍ટિકેશન ફરજિયાત

નવી દિલ્‍હી,તા.૨૭:કેન્‍દ્ર સરકારે જીએસટી રિફંડનો દાવો કરવા માટે કરદાતાઓના આધાર ઓથેન્‍ટિકેશનને ફરજિયાત બનાવ્‍યું છે. સેન્‍ટ્રલ બોર્ડ ઓફ ઇનડાઇરેક્‍ટ ટેક્‍સીસ એન્‍ડ કસ્‍ટમ્‍સ (સીબીઆઇસી)એ જીએસટીના નિયમોમાં સુધારો કર્યો છે, જેમાં જીએસટી માત્ર પાન કાર્ડ સાથે લિંક થયેલા બેંક ખાતામાં જ જમા થાય (જે ખાતા સાથે જીએસટી રજિસ્‍ટ્રેશન થયું હોય) સહિતના વિવિધ કરચોરી ડામવાના પગલાં લેવામાં આવ્‍યા છે.
જાહેરનામામાં એમ પણ જણાવવામાં આવ્‍યું છે કે ૧ જાન્‍યુઆરી, ૨૦૨૨થી જે ઉદ્યોગોએ સમરી રિટર્ન ફાઇલ કરવામાં અને માસિક જીએસટી ભરવામાં ડિફોલ્‍ટ કર્યું છે, તેઓ આગામી મહિનાનું જીએસટીઆર-૧ વેચાણ રિટર્ન ફાઇલ કરી શકશે નહીં. આ જાહેરનામું ૧૭ સપ્‍ટેમ્‍બરે લખનઊ જીએસટી કાઉન્‍સિલની બેઠકમા ંલવાયેલા નિર્ણયોને અનુસરે છે.  શ્નકરચોરીને પકડવા માટે, સરકારે માલિક, ભાગીદાર, કર્તા, મેનેજિંગ ડિરેક્‍ટર, પૂર્ણ સમયના ડિરેક્‍ટર અને અધિકૃત હસ્‍તાક્ષરકર્તા માટે આધાર પ્રમાણીકરણ ફરજિયાત બનાવ્‍યું છે,'એમ એએમઆરજી એન્‍ડ એસોસિયેટ્‍સના સિનિયર પાર્ટનર રજત મોહને જણાવ્‍યું હતું.   ઇવાયના ટેક્‍સ પાર્ટનર અભિષેક જૈને કહ્યું હતું કે, ‘આવક લીકેજ અટકાવવાના ઉદ્દેશથી સરકારે કરદાતાને રિફંડનો દાવો કરવા માટે આધાર ઓથેન્‍ટિકેશન ફરજિયાત બનાવ્‍યું છે.

 

(10:04 am IST)