Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

બિહારના પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વ પાંડેય જેડીયુમાં સામેલ, ચૂંટણી મેદાનમાં ઉતરવાની અટકળો

પટનાઃ બિહારના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વીઆરએસ લઈ ચુકેલ પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વ પાંડેય જેડીયુમાં સામેલ થઈ ગયા છે. મુખ્યમંત્રી નીતિશ કુમારે ખુદ તેમને પાર્ટીનું સભ્યપદ અપાવ્યું હતું. દરમિયાન મંત્રી અશોક ચૌધરી, સાંસદ લલન યાદવ સહિત જેડીયૂના નેતા હાજર રહ્યા હતા.

ચૂંટણી મેદાનમાં ઉતરવાની અટકળો વચ્ચે વીઆરએસ લઈ ચુક્લા પૂર્વ ડીજીપી ગુપ્તેશ્વ પાંડેય શનિવારે સીએમ નીતિશ કુમાર સાથે મુલાકાત કરવાં જેડીયુ ઓફિસ પહોંચ્યા હતા.

(7:40 pm IST)