Gujarati News

Gujarati News

News of Sunday, 27th September 2020

અમેરિકાના એક પરગણાના પાણીમાં માણસના મગજને ખાઇ જનારા ઘાતક જીવાણુ મળી આવ્યા: આઠ શહેરોમાં એલર્ટ

કોરોનાવાયરસ સામે જબરી લડાઈ લડી રહેલા અમેરિકાના દક્ષિણ-પૂર્વ ટેક્સાસમાં પીવાના પાણીમાંથી માણસના મગજને ખાઇ જનારા ઘાતક અમીબા મળી આવતા આઠ શહેરોમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવેલ છે. આ કારણે જ એક વિસ્તારમાં કટોકટીનું એલાન પણ કરી દેવામાં આવ્યું છે, જેમાં નાગરિકોને ટેક્સાસના પર્યાવરણ કમિશન તરફથી આ પાણી નહીં પીવા ચેતવણી અપાયેલ છે.

આ અમીબાનું નામ નેગલેરીયા ફાઉલરલી છે, જે માણસના મગજને ખાવા લાગે છે. પર્યાવરણ પંચે કહ્યું છે કે અમે આ સમસ્યાનો જલ્દીમાં જલ્દી ઉકેલ લાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. અમેરિકાના બીમારી રોકથામ કેન્દ્રના કહેવા મુજબ દિમાગને ખાઇ જનારા આ જીવાણુઓ સામાન્ય રીતે માટીમાં, ગરમ પાણીના સરોવરમાં, નદીમાં અને ગરમ જલધારામાં મળી આવે છે.

(2:02 pm IST)