Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

સુષ્મા સ્વરાજની અંતિમ ઇચ્છા દીકરી બાંસુરીએ કરી પૂર્ણ: કુલભૂષણ જાધવ મામલે વકીલની એક રૂપિયો ફી ચૂકવી

સ્વરાજ કૌશલએ એક ટ્વીટમાં કહ્યું કે, બાંસુરીએ આજે તમારી અંતિમ ઇચ્છાને પૂરી કરી દીધી

નવી દિલ્હી : પૂર્વ વિદેશ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા સુષ્મા સ્વરાજે પોતાના નિધનના થોડા સમય પહેલા કુલભૂષણ જાધવ મામલે ભારતીય વકીલ હરીશ સાલ્વેને તેમની 1 રૂપિયાની ફી દેવા માટે બોલાવ્યા હતા. સાલ્વેએ હેગ સ્થિત આંતરરાષ્ટ્રીય કોર્ટ (ICJ) માં જાધવ મામલે સુનાવણી દરમિયાન ભારતનું પ્રતિનિધિત્વ 1 રૂપિયો ફી પર કર્યું હતું. પરંતુ હરીશ સાલ્વેને પોતાની ફી મળ્યા પહેલા સુષમા સ્વરાજનું નિધન થયું હતું. હવે હરીશ સાલ્વેને તેમની ફી મળી ગઇ છે.

સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરી સ્વરાજએ વકીલ હરીશ સાલ્વેએ ચૂકવી દીધા છે. સુષ્મા સ્વરાજને પતિ સ્વરાજ કૌશલએ એક ટ્વીટમાં કહ્યું કે, બાંસુરીએ આજે તમારી અંતિમ ઇચ્છાને પૂરી કરી દીધી છે. કુલભૂષણ જાધવ કેસની ફી એક રૂપિયા જે તમે છોડી ગયા હતા, તેને આજે હરીશ સાલ્વેજીને ભેંટ કરી દીધી છે.

સુષ્મા સ્વરાજના નિધનના તત્કાલ બાદ હરીશ સાલ્વેએ એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે નિધનના થોડા સમય પહેલા તેમણે સુષમા સ્વરાજ સાથે વાત કરી હતી. હરીશ સાલ્વેએ કહ્યું હતું કે મે રાત્રે 8.45 વાગ્યે વાત કરી. આ એક બહુજ ભાવનાત્મક વાતચીત હતી. તેમણે કહ્યું, આવો મને મળો. જે કેસ તમે જીત્યા તેમના માટે મારે તમને એક રૂપિયો આપવો છે. મેં કહ્યું કે હા કેમ નહીં, મને તે કિંમતી ફી લેવા માટે આવવું છે. તેમણે કહ્યું કાલે 6 વાગ્યે આવજો. પરંતુ આ પહેલા સુષ્મા સ્વરાજનું નિધન થઇ ગયું અને તેમનું વચન અધૂરુ રહી ગયું છે.

(1:04 am IST)