Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

પાકિસ્તાની સોશ્યલ મીડિયા સ્ટાર કંદીલ બ્લોચની હત્યા કરવા માટે ભાઇને ઉમરકેદની સજા થઇ

પાકિસ્તાની સોશ્યલ મીડિયા સ્ટાર કંદીલ બ્લોચની હત્યા કરવા માટે એમના ભાઇ વસીમને ઉમરકેદની સજા મળી છે. એમણે સ્વીકાર કર્યો હતો કે જુલાઇ ર૦૧૬ માં ર૬ વર્ષીય બહેનનું ગળુ દબાવી હત્યાર કરી દીધી હતી. કારણ એમણે પરિવારને શરમિંદા કર્યો હતો. રીપોર્ટસ મુજબ વસીમ કંદીલ દ્વારા સોશ્યલ મીડિયા પર તસ્વીરો અપલોડ કરવાથી પરેશાન હતો. કંદીલના માતા-પિતાએ કહ્યું કે એમણે પુત્રને માફ કરી દીધેલ છે.

(10:28 pm IST)