Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મોદી સરકારની આકરી કાર્યવાહી : ઇન્કમટેક્ષના 15 અધિકારીઓને જબરદસ્તી નિવૃત્ત કરી દીધા

ટેક્સ અધિકારીઓ વિરુદ્ધ અનિયમિતતાનો આરોપ

નવી દિલ્હી : કેન્દ્રની મોદી સરકારે મોટી કાર્યવાહી કરતા 15 ઈન્કમ ટેક્સ અધિકારીઓને નિવૃત્ત કરી દીધા છે. CBDTએ 15 સિનીયર અધિકારીઓને જબરદસ્તી નિવૃત્ત કરવાનો નિર્ણય કર્યો છે

  અત્રે ઉલેલ્ખનીય છે કે આ વર્ષે જૂન મહિનામાં પણ હાઈ રેન્કના ભારતીય રાજસ્વ સેવાના 27 અધિકારીઓને જબરદસ્તી નિવૃત્ત કરવામાં આવ્યા હતા. જેમાં કેન્દ્રીય પ્રત્યક્ષ કર બૉર્ડના 12 અધિકારી સામેલ હતા. તેમનું ભ્રષ્ટાચારના મામલામાં નામ આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

 મીડિયા રિપોટ્સ મુજબ  જે ટેક્સ અધિકારીઓ વિરુદ્ધ અનિયમિતતાનો આરોપ છે, તેમના વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટને લાલ કિલ્લાથી આપવામાં આવેલા ભાષણમાં પણ ટેક્સ અધિકારીઓ તરફથી કરવામાં આવતા ઉત્પીડન પર ચિંતા વ્યક્ત કરી હતી.
   આ નિયમ હેઠળ થઈ કાર્યવાહી - સેન્ટ્રલ સિવિલ સર્વિસિસ 1972ના નિયમ 56(J) હેઠળ 30 વર્ષ સુધી સેવા પૂરી કરી ચુકેલા અથવા 50 વર્ષની ઉંમર પર પહોંચી ચુકેલા અધિકારીઓની સર્વિસ સરકાર સમાપ્ત કરી શકે છે.
કેન્દ્ર સરકાર તેવા અધિકારીઓને નોટિસ અને ત્રણ મહિનાનું પગાર-ભથ્થુ આપી ઘરે મોકલી શકે છે. આવા અધિકારીઓના કામની દર ત્રણ મહિને સમીક્ષા કરવામાં આવે છે અને તેમની સામે ભ્રષ્ટાચાર અથવા અક્ષમતા અનિયમિતતાનો આરોપ મળી આવે છે તો જબરદસ્તી રિટાયરમેન્ટ આપવામાં આવે છે

   કેન્દ્ર સરકાર પાસે આ ઓપ્શન કેટલાએ વર્ષથી છે, પરંતુ મોટાભાગે તેના પર ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવતી ન હતી. આ નિયમમાં અત્યાર સુધી ગ્રુપ એ અને બીના અધિકારી સામેલ હતા, હવે ગ્રુપ સીના અધિકારી પણ તેમાં આવી ગયા છે.

   કેન્દ્ર સરકારે તમામ કેન્દ્રીય સંસ્થાનો પાસે આ મુદ્દે માસિક રિપોર્ટ માંગવાનું શરૂ કર્યું છે. સરકાર દ્વારા આવા અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરી શકાય છે. આવું કરવા પાછળ સરકારનો ઈરાદો નોન-ફોર્મિંગ સરકારી સેવકને નિવૃત્ત કરવાનો છે.

 

(10:01 pm IST)