Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

૯-૧૧ના હુમલા બાદથી ઇસ્લામોફોબિયા વધ્યું છે

યુએનમાં ઇમરાનની દલીલો

ન્યુયોર્ક, તા.૨૭ : સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાને પણ પોતાનું સંબોધન કર્યું હતું જેમાં ઇમરાન ખાને કહ્યું હતું કે, ૯-૧૧ના હુમલા બાદથી ઇસ્લામોફોબિયા વધ્યું છે. આ ચેતવણી સમાન છે. મુસ્લિમ મહિલાોના હિજાબ પહેરવાની બાબત કેટલાક દેશોમાં મુદ્દો બની ગયો છે. પશ્ચિમી દેશોના નેતાઓને ઇસ્લામને આતંક સાથે જોડવાના પ્રયાસ કર્યા છે. ઇસ્લામિક આતંકવાદ અને અતિવાદ ઇસ્લામનું નામ આપવામાં આવી રહ્યું છે. ૯-૧૧થી પહેલા સૌથી વધારે આત્મઘાતી હુમલા તમિળ ટાઇગર દ્વારા કરવામાં આવ્યા હતા જે એક હિન્દુ સંગઠન હતું. કોઇએ પણ આના માટે હિન્દુ ધર્મને જવાબદાર ગણ્યા નથી.

           પશ્ચિમી દેશોના નેતાઓને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ ઇમરાન ખાને ફરી એકવાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે પૈસા ગરીબોની મદદમાં ઉપયોગ થવા જોઇએ તેને ખાસ વર્ગના અપરાધીઓ લઇ જઈ રહ્યા છે. ગરીબ દેશોના પૈસા યોગ્યરીતે ઉપયોગમાં આવી રહ્યા નથી. જળવાયુ પરિવર્તનના મુદ્દે પણ ઇમરાને વાત કરી હતી. ઇમરાન ખાનની તમામ નબળી દલીલોથી ફરી એકવાર દુનિયાના દેશો વાકેફ થયા હતા. આતંકવાદને કોઇ ધર્મ સાથે કોઇ લેવા દેવાનો ઇમરાને ઇન્કાર કર્યો હતો. ઇમરાન ખાનેપોતાના ભાષણમાં દેશની જુદી જુદી સમસ્યાઓની વાત કરી હતી.

(9:24 pm IST)