Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

બજારમાં LIC ધડાકો કરે તેવી નવી ચર્ચા શરૂ

એલઆઈસીના આઇપીઓની ચર્ચા

મુંબઈ, તા. ૨૭ : બે દશકથી પ્રાઇવેટ કંપનીઓથી સહકાર મળ્યા હોવા છતાં લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન પોતાના ક્ષેત્રમાં હજુ પણ નંબર વન કંપની છે. જો આને શેરબજારમાં લિસ્ટ કરવામાં આવશે તો તેમાં રોકાણકારોનો એવો જ ઉત્સાહ જોવા મળી શકે છે જેવો ઉત્સાહ ચીનની આઈસીબીસીમાં લોકો જોઇ ચુક્યા છે. જો કે, સરકાર અને એલઆઈસીને તેની કેટલીક ખામીઓને દૂર કરવાની રહેશે. એવી ચર્ચા છે કે, એલઆઈસીને જો લિસ્ટ કરાવવામાં આવશે તો તે ભારતની સૌથી મોટી ફાઈનાન્સિયલ સર્વિસ કંપની બની જશે. સાથે સાથે માર્કેટ કેપની દ્રષ્ટિએ ટોપ કંપનીઓના રેંકિંગ બદલાઈ જશે. એલઆઈસીના એસેટ અન્ડર મેનેજમેન્ટ ૩૦ લાખ કરોડ રૂપિયા છે.

(7:32 pm IST)