Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ભારતીય સમુદાયમાં રોષઃ ઇન્ડિયન એમ્બેસીએ લેબર પાર્ટી સાથેની વાર્ષીક ઉજવણી રદ કરી

બ્રિટનની લેબર પાર્ટીએ કાશ્મીર પર વિવાદીત 'ઇમરજન્સી રિઝોલ્યુશન' પસાર કરતા

લંડનઃ બ્રિટનના વિરોધી પક્ષ લેબર પાર્ટીએ કાશ્મીર પર વિવાદિત 'ઇમરજન્સી રિઝોલ્યુશન' પસાર કર્યો હતો. ભારતે આની આકરી ટીકા કરી અને ભારતના લંડન હાઈ કમિશને લેબર પાર્ટીના પ્રતિનિધિઓ સાથે વાર્ષિક ઉજવણી રદ કરી દેવાનો નિર્ણય કર્યો હતો. પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું છે કે સંયુકત રાષ્ટ્રના ઠરાવો હેઠળ કાશ્મીરને આત્મનિર્ણયનો અધિકાર મળવો જોઈએ. તેમાં લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીને કાશ્મીરીઓ સાથે ઉભા રહેવા જણાવ્યું હતું. બ્રિટિશ ભારતીય સમુદાયે પણ આ પ્રસ્તાવ સામે પોતાનો રોષ વ્યકત કર્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે બ્રિટનની લેબર પાર્ટીના કાશ્મીર મુદ્દે આંતરરાષ્ટ્રીય હસ્તક્ષેપની માગના પ્રસ્તાવની ટીકા કરી હતી અને લેબર પાર્ટીના આ પગલાંને 'વોટ બેંકના હિતને સાધનારું' ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે આ મુદ્દે લેબર પાર્ટી અથવા તેના પ્રતિનિધિઓ સાથે વાત કરવાનો કોઈ પ્રશ્ન નથી. કાશ્મીર અંગે બ્રિટિશ સરકારના સત્ત્।ાવાર વલણના વિપરિત વિપક્ષ દ્વારા આ પ્રસ્તાવ સૂચવવામાં આવ્યો છે. બ્રિટિશ સરકારનો મત છે કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મુદ્દો છે.

લેબર પાર્ટીમાં આ દરખાસ્ત પર ચર્ચા શરૂ થતાં જ, ત્યાં સ્થિત ભારતના હાઈ કમિશને 'લેબર ફ્રેન્ડ્સ ઓફ ઈન્ડિયા'ના નામે પક્ષના સભ્યો સાથે યોજાનારા વાર્ષિક સમારોહને રદ કરવાની જાહેરાત કરી હતી. એક વરિષ્ઠ ડિપ્લોમેટ્સે કહ્યું, 'અમે તેને રદ કર્યું. તેનું કારણ આ પ્રસ્તાવ છે. શ્ન આ દરખાસ્તની વિરુદ્ઘ બ્રિટનમાં સ્થાયી થયેલા ભારતીયોમાં પણ રોષે ભરાયા છે. ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી (OFBJP) યુકેના પ્રમુખ કુલદીપ સિંહ શેખાવતે કહ્યું, આ દરખાસ્તને કારણે બ્રિટનનો આખો ભારતીય સમુદાય આગામી ચૂંટણીમાં લેબર પાર્ટીને ટેકો નહીં આપે.

(3:50 pm IST)