Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

CBIમાં ફરી આંતરિક ખટપટ

એક ઓફિસરે PMને પાઠવ્યો 'પત્રબોંબ': જોઇન્ટ ડાયરેકટરે 'નકલી એન્કાઉન્ટર' કરી ૧૪ને ઢાળી દીધા છે

નિર્દોષ માણસની હત્યા કરનારને હટાવવાની કરી માંગણી

નવી દિલ્હી,તા.૨૭: સીબીઆઇમાં એક વાર ફરી આંતરિક મતભેદ સામે આવ્યા છે. ખરેખર એક સીબીઆઇ અધિકારીને પીએમઓને એક પત્ર લખીને એજન્સીના એક વરિષ્ઠ અધિકારી પર બનાવટી એનકાઉન્ટર અને આ એન્કાઉન્ટરમાં ૧૪ નિદોર્ષ લોકોને મારવાનો ગંભીર આરોપ મુકયો છે. સુત્રોના જણાવ્યા મુજબ ડિપ્ટી સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસ એનપી મિશ્રાએ સીબીઆઇના જોઇન્ટ ડાયરેકટર એકે ભટનાગર પર ઉપરોકત આરોપ લગાવ્યો છે.

સુત્રોના જણાવ્યા મુજબ એનપી મિશ્રાએ આરોપ મુકયો છે કે એકે ભટનાગરના ઝારખંડમાં ૧૪ નિદોર્ષ લોકોના બનાવટી એન્કાઉન્ટર કર્યા તેની સાથે જ મિશ્રાએ તેમના પત્રમાં ભગનાગરને ઓફિસમાંથી હટાવાની માંગ પણ કરી છે. ઉલ્લેખનીય છે કે આ મામલાની તપાસ ચાલેી રહી છે.

રીપોર્ટના જણાવ્યા મુજબ એનપીમિશ્રાએ ગઇ ૨૫ સપ્ટેમ્બરે આ પત્ર પીએમઓને મોકલ્યો હતો.પીએમઓની સાથે જ સીબીઆઇ ચીફ અને ચીફ વીજીલેન્સ ઓફિસરને આ પત્ર મોકલવામાં આવ્યો છે.

એનપીમિશ્રાએ સીવીસીને પેઇઝનો ફરીયાદી પત્ર પણ મોકલ્યો છે. ફરીયાદકર્તા અધિકારીનો દાવો છે કે જે લોકો એનકાઉન્ટરમાં માર્યા ગયા છે તેના સંબંધીઓએ પહેલાથી જ ફરીયાદ કરેલી છે.

ઉલ્લેખનીય છે કે એનપીમિશ્રા હાલમાં સીબીઆઇમાં પ્રત્યર્પણ અને ભાગેડું અપરાધિઓની તપાસ કરતી ડીવીઝનનો ભાગ છે કે જે ઇન્ટરપોલ સાથે મળીને કામ કરે છે. મિશ્રાએ ભટનાગર પર ભ્રષ્ટાચારમાં કથિત રીતે સામેલ થવાનો આરોપ મુકયો છે એનપીમિશ્રા તે પહેલા પણ કથિત ભ્રષ્ટાચારી અધિકારીઓ વિરૂધ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે.

(3:50 pm IST)