Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મોદી અને ટ્રમ્પની મીટીંગમાં કોકાકોલાની પ્લાસ્ટીક બોટલને કારણે હોબાળો

પીએમઓએ આપવો પડ્યો - જવાબ

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાલમાં બહુ ચર્ચામાં છે વિશ્વના આ બંને નેતાઓએ મિડિયા સાથે પણ સંયુકત રાષ્ટ્રના મુખ્યાલયમાં વાત કરી હતી પણ આ દરમ્યાન કોલિંગ કોકાકોલા ની બોટલ ના કારણે સોશિયલ મીડિયા પર હોબાળો થયો છે સંયુકત રાષ્ટ્રના વડા  પ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ  પ્રમુખની બેઠકમાં એક ટેબલ પર ડાયેટ કોકાકોલા ને એક બોટલ રખાઈ હતી જેના કારણે સોશિયલ મીડિયા પર વિવાદ ઉભો થયો છે લોકોનું કહેવું છે કે બંને નેતાઓ સંયુકત રાષ્ટ્રમાં કલાઇમેટ સમિટમાં પર્યાવરણ બચાવવાના ઉપાયો દર્શાવી રહ્યા હતા અને કોકાકોલાની બોટલ દ્વારા પ્લાસ્ટિકના ઉપયોગને  પ્રોત્સાહન આપી રહી છે .લોકોનું કહેવું છે કે વડા પ્રધાન મોદી કલાયમેટ સમિટમાં સિંગલ યુઝ પ્લાસ્ટીક પર  પ્રતિબંધની માગણી કરી રહ્યા છે અને ટેબલ પર કોકની બોટલ લઈને બેઠા છે આ વિવાદ એટલો વધી ગયો કે આ બાબતે પીએમઓ તરફથી  પ્રસાર ભારતીએ જવાબ આપવો પડ્યો  પ્રસારભારતી પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર તે દિવસનો વિડીયો શેર કર્યો છે અને લખ્યું કે આ મીટીંગ નું આયોજન અમેરિકા તરફથી કરવામાં આવ્યું હતું એટલે વ્યવસ્થા પણ તેમના દ્વારા થઈ હતી ડાયટ કોક અમેરિકન રાષ્ટ્રપતિ પદ માટે રખાયું હતું . તેઓ નિયમિત રીતે કોક પીએ  છે એટલે તેને ધ્યાનમાં રાખીને અમેરિકા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અને કોકોકોલા પીવાની ટેવ છે તે દરરોજ નિયમિત રીતે તે પીવે છે અમેરિકન રાષ્ટ્રપતિ ઓફિસ દ્વારા પણ એવો આદેશ અપાયો છે કે જે કોઈ પણ કાર્યક્રમમાં જાય ત્યાં કોકોકોલા હોવી જોઈએ

(3:41 pm IST)