Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

દશેરા પર નેપાળમાં અપાય છે બકરાનુ બલિદાન

નેપાળમાં ભારતીય બકરાઓ પર પ્રતિબંધ : હવે બકરાની થઇ રહી છે દાણચોરી

મહારાજગંજઃ નેપાળ સરકારે સ્વાસ્થ્ય પરીક્ષણનો હવાલો આપીને ભારતીય બકરાને નેપાળમાં વેચવા પર  પ્રતિબંધ મુકેલો છે . ે દશેરાના તહેવાર પર તેમની માંગને જોતા હવે પગદંડીઓ ના રસ્તે તેની દાણચોરી શરૂ થઈ ગઈ છે નેપાળમાં દશેરાના તહેવાર પર બકરાનો બલિ ચડાવવાની  પ્રથા જે લગભગ આઠ મહિના પહેલા નેપાળ સરકારે ભારતીય બકરાના સ્વાસ્થ્ય પરીક્ષણ અંગે ભારત થી નેપાળ લાવવા પર  પ્રતિબંધ મૂક્યો હતા.ે જણાવાઈ રહ્યું છે કે હાલમાં નેપાળના કાઠમંડુ અને પોગરામા બકરાનું માંસ ૧૦૦૦ નેપાળી રૂપિયામાં એક કિલોના ભાવે વેચાઇ રહ્યું છે તેમ છતાં તે પૂરતા  પ્રમાણમાં મળતો નથી બકરાઓ ભરેલા લગભગ વીસથી પચ્ચીસ ટ્રક પહેલાં રોજ ભારત થી નેપાળ જતા હતા પણ  પ્રતિબંધ મૂકાયા પછી હવે તે બંધ થઈ ગયું છે

નેપાળના ભૈરહવા કસ્ટમ ઓફિસના વડ કમલ ભટરાઇએ જણાવ્યું કે બકરાના નેપાળમાં વેચવા માટે પહેલા સ્વાસ્થ્ય પરીક્ષણ રિપોર્ટ કરવો ફરજીયાત છે સ્વાસ્થ્ય  પ્રમાણપત્ર ભગત બકરાને પસાર નહીં કરવા દેવાય સરહદ ની આજુબાજુ બંને દેશોમાં કોઇપણ પરીક્ષા કેન્દ્ર છે નહીં .

એસ એસ બી કંપની કમાન્ડર સોનૌલી અમિત કુમારે જણાવ્યું કે બકરાની  દાણચોરી બાબતે માહિતી મળી છે બોર્ડર પર જવાનો સતર્ક છે અને સખત તૈયારી કરી રહ્યા છે વેપારીઓનું કહેવું છે કે  પ્રતિબંધના કારણે રોજનું ૨૦ થી ૨૫ લાખનું નુકસાન થઈ રહ્યું છે.

(3:40 pm IST)