Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ર લાખ રોકાણકારોના ૩૦૦ કરોડ રૂપિયાનું ફુલેકું ફેરવ્યું : કોર્ટે કંપનીની મિલ્કતો વેચીને રોકાણકારોને નાણા આપવા કર્યો આદેશ

બાંસવાડા : સાંઇ પ્રસાદ ગ્રુપ ઓફ કંપનીમાં લગભગ ર લાખ રોકાણકારોના ૩૦૦ કરોડ રૂપિયા ફસાઇ ગયા છે. તેમાં બોસવાડાના જ પ૦૦૦ રોકાણકારોના લગભગ પ૦ કરોડ રૂપિયા સામેલ છે ક઼પની સાથે સંકળાયેલા એજન્ટોએ ગઇકાલે સર્વહિત વેલ્ફેર સંગઠનના બેનર હેઠળ જીલ્લા કલેટકરને આવેદન આપ્યું અને એજન્ટોને રાહત આપવા આજીજી કરી સંગઠનના પ્રદેશ પ્રમુખ ચેતન જોશીએ જણાવ્યું કે ભારત સરકાર દ્વારા રજીસ્ટ્રેશન જોઇને અને બેરોજગાર હોવાથી તેઓ કંપની સાથે જોડાયા હતા.

તેમણે મિત્રો, સગાઓ,ઓળખીતાઓ અને બીજા લોકો પાસેથી કરોડો રૂપિયાની પુંજીને વિભિન્ન માધ્યમો દ્વારા રોકાણ કરાવડાવ્યું હતું. જયારે નાણાની મેચ્યોરીટોનો સમય આવ્યો ત્યારે કંપનીની નાણાકીય અનિયમિતતાઓ બહાર આવી હતી. એજન્ટો અનુસાર કંપનીની નાણાકીય અનિયમીતતાની ફરીયાદ સેબીમાં કરતા તેણે કંપનીને નોટીસો આપી હતી. સાંઇ પ્રસાદ ગ્રૃપ ઓફ કંપનીમાં સાંઇ પ્રસાદ ફૂડસ લી., સાંઇ પ્રસાદ પ્રોપર્ટી લીમીટેડ અને સાંઇ પ્રસાદ કોર્પોરેશન સામેલ છે. સેબીની આર્થિક અપરાધ શાખા તરફથી કેસ નોંધવામાં આવ્યો છે.

આર્થિક અપરાધ શાખા મુંબઇએ કંપની વિરૂધ્ધ ર ડીસેમ્બર ર૦૧પ ના રોજ કેસ નોંધાવીને કંપનીના પૂર્ણ ખાતે આવેલા હેડ કવાર્ટર અને દેશભરમાં આવેલી બધી શાખાઓની ચલ-અચલ સંપતિ સીલ કરીને તેના ડાયરેકટર અને મેનેજરોની ધરપકડ કરી હતી. એમ પી. આઇ.ડી. કોર્ટે આ કેસની સુનાવણી કરીને ૩૦ જાન્યુઆરી ર૦૧૭ના રોજ રોકાણકારોના હિતમાં ચુકાદો આપતા આર્થિક અપરાધ શાખા મુંબઇ અને સેબીને આદેશ આપ્યો હતો કે સાંઇ પ્રસાદ ગ્રૃપ ઓફ કંપની દ્વારા ચાલતી બધી કંપનીઓની જપ્ત કરાયેલી મિલ્કતો વેચીને રોકાણકારોને ચુકવવામાં આવે.

(3:36 pm IST)