Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ઉત્તર પ્રદેશના ૧૬ જીલ્લાઓમાં ભારે વરસાદઃ એલર્ટ રહેવા સુચનાઃ લખનૌમાં શાળાઓ બંધ

ભારે વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજધાની લખનૈૌમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. બુધવાર રાતથી થઈ રહેલ એકધારા વરસાદના કારણે વિદ્યાર્થીઓ તથા વાલીઓ પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ઓફીસ જવા માંગતા લોકો પણ નથી જઈ શકયા.

ભારે વરસાદના કારણે જીલ્લા શિક્ષણ અધિકારીએ ૧૨મા સુધીની દરેક શાળાઓ શુક્રવાર સુધી બંધ રાખવાના આદેશો આપ્યા છે. ખરાબ હવામાન અને અતિવૃષ્ટીના કારણે લખનૌમાં નર્સરીથી ૧૨મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓ માટે રજા જાહેર કરી દેવાઈ છે.

હવામાન ખાતાએ રાજયના ૧૬ જીલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યુ છે. લખનૈ સહિત કન્નોજ, લખીમપુર, ખીરીદ, સીતાપુર, રાયબરેલી, અમેઠી, સુલ્તાનપુર, બારાબંકી, ગોંડા, બહરાઈચ, શ્રાવસ્તી, સંતકબીરનગર, અયોધ્યા, સિધ્ધાર્થનગર, બસ્તી આંબેડકરનગર તથા આસપાસના જીલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે. જે અન્વયે તંત્ર અગાઉથી જ તૈયારીઓ આદરી છે. અતિવૃષ્ટીના કારણે પાકને ભારે નુકશાન પહોંચ્યુ છે.

(3:36 pm IST)