Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

PFને બેઝીકનાં ૧૨ ટકાને બદલે ૧૦ ટકા કરવા-પોતાની હિસ્સેદારી ઘટાડવા સરકારની તૈયારી

ટ્રેડ યુનિયનો લાલધુમઃ ૧૦ યુનિયને બેઠકનો બહિષ્કાર કર્યો : ખાનગી ક્ષેત્રને ફાયદો પહોંચાડવાનો સરકારનો પ્રયાસઃ યુનિયનનો આરોપ

નવી દિલ્હી,તા.૨૭: કેન્દ્ર સરકારે કર્મચારી અને નિયોકતા દ્વારા પીએફ આપેલા  યોગદાનમાં કાપ કરવાનો પ્રસ્તાવ મુકયો છેે. પરંતુ વિવિધ ટ્રેડ યુનિયન્સે સરકારના આ પ્રસ્તાવને ફગાવીને દીધો છે. સરકારે પીએફને બેઝીક સેલેરીના ૧૨ ટકાથી ઘટાડીને ૧૦ ટકા કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. પરંતુ વિવિધ ટ્રેડ યુનિવન્સે સસારનું તેની પાછળનું તર્ક છે કે તેનાથી કર્મચારી તમના ઘરે વધુ સેલેરી લઇ જઇ શકશે. જો કે ટ્રેડ યુનિયન્સ સરકારના આ તર્કથી પુરા નથી અને તેનો આરોપ છે કે સરકારના આ પગલાથી પ્રાઇવેટ ક્ષેત્રની કંપનીઓને ફાયદો મળશે.

ઉલ્લેખનીય છે કે કોર્પોરેટ હાઉસ સીટીસી હેઠળ સેલેરીનો ૨૪ ટકા ભાગ પીએફના જમા કરે છે. તેમાં ૧૨ ટકા કર્મચારીનું અને ૧૨ ટકામાં નિયોકતા ભાગ હોય છે હવે સરકાર આ ટકામાં કાપ કરીને તેને ૧૦ ટકા એને ૨૦ ટકા કરવાનો વિચાર કરી રહી છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલયે તેમના આ પગલાનો બચાવ કર્યો છે. અને તેના પર ચર્ચા માટે એક બેઠક પણ આયોજન કર્યું

જો કે મોટી સંખ્યામાં વિવિધ ટ્રેડ યુનિયન્સ દ્વારા આ ચાનોે બહિષ્કાર કરવામાં આવ્યો ટેલીગ્રાફના રીપોર્ટ મુજબ ૧૦ ટ્રેડ યુનિયન્સ આ બેઠકનો બહિષ્કાર કર્યો.

(3:35 pm IST)