Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ઓકટોબરમાં ૧૧ દિવસ બંધ રહેશે બેંક

૨ ઓકટોબર (બુધવારે) ગાંધી જયંતિના કારણે બેંકોમાં રજા રહેશે, આ મહિનના પહેલી રજા હશે, ત્યારબાદ ૭ અને ૮ ઓકટોબરે રામનવમી અને દશેરાના લીધે બેંકમાં રજા રહેશે, આ પહેલાં ૬ ઓકટોબરે રવિવાર છે, એટલે કે એક સાથે ૩ દિવસ બેંક બંધ રહેશે

નવી દિલ્હી, તા.૨૭: આગામી મહિને તહેવારોની સીઝન શરૂ થઇ રહી છે. એવામાં દર મહિનાના મુકાબલે ઓફિસ અને બેંકોની ઓકટોબરમાં વધુ રજાઓ રહેશે. આ મહિને દશેરા અને દિવાળી બંને તહેવાર આવી રહ્યા છે. જેથી બેંક અને સરકારી ઓફિસોમાં આ મહિને સૌથી વધુ રજા રહેશે. ઓકટોબર મહિનામાં બેંક સૌથી વધુ ૧૧ દિવસ બંધ રહેશે. એટલે કુલ મળીને ફકત ૨૦ દિવસ કામ થશે. સૌથી પહેલાં રજા ૨ ઓકટોબરના રોજ છે.

૨ ઓકટોબરે ગાંધી જયંતિ

૨ ઓકટોબર (બુધવારે) ગાંધી જયંતિના કારણે બેંકોમાં રજા રહેશે, આ મહિનની પહેલી રજા હશે. ત્યારબાદ ૭ અને ૮ ઓકટોબરે રામનવમી અને દશેરાના લીધે બેંકમાં રજા રહેશે. આ પહેલાં ૬ ઓકટોબરે રવિવાર છે. એટલે કે એકસાથે ૩ દિવસ બેંક બંધ રહેશે.

૧૨ ઓકટોબરના રોજ મહિનાનો બીજો શનિવાર છે અને ૧૩ ઓકટોબરના રોજ રવિવાર છે. એટલે કે આ વખતે બે દિવસ બેંક બંધ રહેશે. ૨૦ ઓકટોબરે પણ રવિવારના લીધે બેંક બંધ રહેશે.

દિવાળી પર બેંકોમાં ચાર દિવસની રજા રહેશે. તેમાં ૨૬ ઓકટોબરે ચોથો શનિવાર અને ૨૭ ઓકટોબરે રવિવાર છે. દિવાળી પણ રવિવારે છે. ૨૯ ઓકટોબરે ભાઇબીજ છે. ૨૮ ઓકટોબરે ગોવર્ધનની રજા રહેશે.

(3:33 pm IST)