Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મેઘરાજાની વિદાય પહેલા મહારાષ્ટ્રમાં ફરી મુશળધાર વરસાદ

મુંબઇઃ તા.૨૭, ચોમાસાના ચાર મહિના લગભગ પુરા થઇ રહયા છે. આમ છતા મેઘરાજાને જાણે કે હજી પોરો ખાવાની ઇચ્છા ન હોય તેવો જબરો વરસાદી માહોલ સર્જાઇ રહયો છે. બુધવારે સાંજે નાસિક અને આજુબાજુના વિસ્તારમાં મુશળધાર વર્ષા થઇ હતી.  ગુરૂવારે રાતે  શહેરમાં અને આજુબાજુના કાત્રજ, કોંઢવા, ખારગેટ, વિસ્તારમાં અચાનક અતિભારે વર્ષા થઇ  છે.

હવામાન ખાતાના સુત્રોએ એવી માહિતી આપી હતી કે નેઋત્યનું ચોમાસું હાલ મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા અને ગુજરાત પર ભારે સક્રિય થયું છે. વળી ઉતર કોંકણ(મુંબઇ, થાણે, પાલઘર) અને મધ્ય મહારાષ્ટ્ર પર સાયકલોનીક સકર્યુલેશનની પરિસ્થિતિ પણ છે.

(3:32 pm IST)