Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

યુવાનોએ દરરોજ પાંચ મીનીટ ફેસબુક મોબાઇલ છોડીને રામનામ લેવું જોઇએઃ પૂ. મોરારીબાપુ

દિલ્હીમાં આયોજીત શ્રીરામ કથાનો ચોથો દિવસ

રાજકોટ,તા.૨૭:'યુવાનોએ દરરોજ પાંચ મીનીટ ફેસબુક-મોબાઇલ છોડીને રામનામ લેવું જોઇએ'તેમ દિલ્હીમાં પૂ.મોરારીબાપુએ શ્રીરામકથાના ચોથા દિવસ કહ્યું હતું.

ગઇ કાલે શ્રીરામ કથામાં પૂ. રામદેવજી મહારાજે યોગનો મહિમા દર્શાવ્યો હતો. અને યોગ નિદર્શન કર્યુ હતું.

પૂ. મોરારીબાપુએ ગઇ કાલે ત્રીજા દિવસે કહ્યું કે સંત સરિતા છે ઠાકુર રામકૃષ્ણ જ્યારે ગંગાકાંઠે બેઠેલા ત્યારે વિવેકાનંદજીને તેમાં નદીના દર્શન થયા, સાધુ પહાડ છે,અરૂણાચલના બાદશાહ રમણ મહર્ષિમાં તેના અનુયાયીને પર્વતના દર્શન થયેલા અને સાધુ પૃથ્વી -મહારાષ્ટ્રના તુકારામજીમાં અભંગ ગાતા શિખ્યને ચકકર ફરતી પૃથ્વીના દર્શન થયા. બાપુએ આવા પ્રમાણ વિશે વિશદ ચર્ચા કરી અને જણાવ્યું કે ભેદ ક્રોધ પ્રગટ કરે છે. ભેદ હિંસા પ્રગટ કરે છે. અને ભેદથી દ્વેષ પેદા થાય છે. વિષમ પરિસ્થિતિ જ વિષમાન છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં જણાવ્યું કે આપણે ત્યાં સમૂહ કાર્યનું ખુબજ મહત્વ છે. સમગચ્છધ્વં, સહનાવવતુ એટલે કે સમુહ કાંતણા, સમૂહ યોગ વગેરે. બાપુએ સાવધાન કરતા કહ્યું કે કલિપ્રભાવ બધાને લાગુ પડયો છે. ત્યારે સાવધાન રહીએ. એક વખત બાપુ, બા અને તેમના બાળકો બધા સાથે દક્ષિણ આફ્રિકા આગબોટમાં જતા હતા. એ વખતે અચાનક સમુદ્રમાં ભયંકર તોફાન આવ્યું,જહાજના કેપ્ટને કહ્યું કે આવું ભયંકર તોફાન મે કયારેય જોયું નથી પરંતુ ગાંધીબાપે વખતે સાવ નિશ્ચિત બનીને ટહેલતા હતા.

(3:31 pm IST)