Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

ગોરખપુર બીઆરડી કાંડમાં નવ મહિના જેલમાં વિતાવ્યા બાદ ડૉ.કફીલ ખાનને મળી ક્લિન ચિટ

ઓક્સિજનનાં અભાવને કારણે 60થી વધુ બાળકોની મોતનાં મામલામાં બે વર્ષથી સસ્પેન્ડ હતા

ઉત્તર પ્રદેશનાં ગોરખપુરનાં બાઆરડી મેડિકલ કોલેડમાં ઓગષ્ટ 2017માં ઓક્સિજનનાં અભાવને કારણે 60થી વધુ બાળકોની મોતનાં મામલામાં બે વર્ષથી સસ્પેન્ડ કરાયેલા ડૉ.કફીલ ખાનને ભષ્ટાચારનાં આરોપો અને ઘટનાનાં દિવસે પોતાની ફરજનું પાલન ન કરવાના આરોપમાં મુક્ત કરી દેવામાં આવેલ છે. આ રિપોર્ટ મુજબ, ડૉ.કફિલે ઘટનાની રાત્રે બાળકોને બચાવવા માટે પૂરો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં કફીલ ખાને જેલમાં 9 મહિના પસાર કર્યા છે.

  બીઆરડી અધિકારીઓએ ડૉ.કફીલને રિપોર્ટની એક નકલ સુપરત કરી હતી. આ રિપોર્ટમાં જણાવાયું છે કે કફીલ ખાન તે સમયે એન્સેફેલાઇટિસ વોર્ડનો હવાલો સંભાળતો ન હતો અને તેમણે બાળકોને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. આ કેસમાં તપાસ અધિકારી હિમાંશુ કુમાર, મુખ્ય સચિવ (સ્ટેમ્પ્સ અને નોંધણી વિભાગ) ને 18 મી એપ્રિલનાં રોજ યુપીનાં તબીબી શિક્ષણ વિભાગ દ્વારા રિપોર્ટ રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં જણાવાયું છે કે કફીલે બેદરકારી દાખવી નથી. તે રાત્રે (10-111 ઓગષ્ટ, 2017) તેણે પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પ્રયાસો કર્યા હતા.

  તપાસ રિપોર્ટ મુજબ ડૉ.કફીલ ખાને પહેલાથી જ તેમના વરિષ્ઠ અધિકારીઓને ઓક્સિજનની કમી વિશે જણાવ્યું હતું. આ ઉપરાંત આ રિપોર્ટમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે કફીલ ખાન બીઆરડી મેડિકલ કોલેજમાં એન્સેફેલાઇટિસ વોર્ડનાં નોડલ અધિકારી નહોતા. એવું પણ કહેવામાં આવે છે કે કફીલ ખાને પોતાની વ્યક્તિગત ક્ષમતાથી ઓક્સિજન સિલિન્ડર પણ આપ્યા હતા.

(1:44 pm IST)