Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

નાથ સંપ્રદાયનો પાકિસ્તાન - અફઘાન સુધી પ્રસાર : યોગી

લખનઉમાં ત્રિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીને સંબોધન : ગોરખનાથ વગર યોગ પણ શુન્ય : શબ્દ કોષમાં બાબા ગોરખનાથ પર હજુ વધુ કાર્ય કરવાની જરૂર

રાજકોટ તા. ૨૭ : 'કદાચ તમે પાકિસ્તાન કે અફઘાનિસ્તાન જાવ તો ત્યાં પણ તમને નાથ સંપ્રદાયના લોકો મળી આવશે. આ એક એવો સંપ્રદાય છે કે જેના અનુયાયુઓ પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ભુટાન, બાંગ્લાદેશ, નેપાળ બધાજ પ્રદેશોમાં પ્રસરેલો છે' તેમ યુ.પી.ના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે લખનઉ ખાતે ત્રિદિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીને સંબોધતા જણાવ્યુ હતુ.

તેઓએ જણાવેલ કે નાથ સંપ્રદાયની મહત્વતા પર પ્રકાશ પાડતા તેઓએ જણાવેલ કે દુનિયાના કોઇપણ છેડે તમે જાશો તો નાથ સંપ્રદાયના અનુયાયીઓ જોવા મળશે. આ થોડી રહસ્યમય વાત છે. આસ્થા અને ઇતિહાસ કે સાહિત્ય સમન્વય બંધ નહીં બેસે. ઇતિહાસ ભ્રમ પેદા કરે છે. જયારે આસ્થા સ્થિર છે. આસ્થાના અનુસાર ગોરખનાથ શિવનું સ્વરૂપ છે. જે ઇતિહાસની દ્રષ્ટિએ કઇ કાળોમાં વિભાજીત કરી દેવાયેલો જોવા મળે છે.

થોડા સમય પહેલા મને પાકિસ્તાનથી એક ફોન આવેલો. મે રીસીવ ન કર્યો. બાદમાં થોડા સમય પછી સીંગાપુરથી એક ફોન આવ્યો. મેં કોઇ રીસીવ કરતા સામે છેડે કોઇ શીખ પરિવારના સદસ્ય વાત કરી રહ્યા હતા. તેઓએ સ્પષ્ટતા કરતા જણાવ્યુ કે અમે પાકીસ્તાન ગયા ત્યારે ત્યાં નાથ સંપ્રદાયના અનુયાયીઓ જોવા મળ્યા હતા. આથી મેં તમને કોલ કર્યો હતો. પરંતુ તમારી સાથે વાત ચિત થઇ શકી નહોતી. આજે વાત કરતા હું આનંદ અનુભવું છું કે દેશના પાકિસ્તાન અને અફઘાનિસ્તાન જેવા વિસ્તારોમાં પણ નાથ સંપ્રદાયનો ફેલાવો છે.

યોગી આદિત્યનાથે હર્ષભેર આ વાતને વધાવી લેતા જણાવેલ કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાની લોકગાથાઓમાં પણ ગોરખનાથના અસ્તીત્વના ઉલ્લેખ જોવા મળે છે. નેપાળ તો ગોરખનાથની આસ્તાનું મોટુ કેન્દ્ર છે.

ત્રિપુરામાં ૨૫ ટકા અને આસામમાં ૧૫ ટકા વસતી ની આબાદી ગોરખનાથના અનુયાયીઓ થકી છે. દેશમાં નાથ પરંપરાના મઠ અને સંતો મૌજુદ છે.

એટલુ જ નહીં ગોરખપુર યુનિવર્સિટીમાં સ્થાપિત શબ્દ કોષમાં બાબા ગોરખનાથ ઉપર હજુ વધુ કાર્ય કરવાની જરૂર હોવાનું યોગી આદીત્યનાથજીએ જણાવ્યુ હતુ.

(1:02 pm IST)