Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

તમે ભારત માટે રમો છો તો પોતાની મરજી મુજબ સીરીઝ નહીં રમી શકાય: ધોની મામલે ભાજપ સાંસદ ગૌતમ ગંભીરનો ટોળો

પસંદગીકર્તાઓને ધોની સાથે વાતચીત કરવી જોઈએ અને પુછવુ જોઈએ કે તેમની રણનીતિ શું છે

નવી દિલ્હી : ભારતીય ટીમના પૂર્વ ઓપનર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરે મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃતીને લઈને મોટું નિવેદન આપ્યું છે. ધોની વિશ્વ કપ પછી ટીમમાં નથી અને તે સતત પસંદગીકર્તાઓ પાસે આરામ માંગી રહ્યા છે.  

     ધોનીના નિવૃતીની ખબરો પર ગૌતમ ગંભીરે કહ્યું- મે હંમેશાથી કહ્યું છે કે નિવૃતીનો નિર્ણય દરેક લોકોનો અંગત નિર્ણય છે. મને લાગે છે કે પસંદગીકર્તાઓને ધોની સાથે વાતચીત કરવી જોઈએ અને પુછવુ જોઈએ કે તેમની રણનીતિ શું છે, કારણ કે જો તમે ભારત માટે રમો છો તો તમે સીરીઝની પસંદગી પોતાની રીતે નથી કરી શકતા.

વિશ્વ કપ 2019 દરિમયાન ધોની તેમની ધીમી બેટિંગના કારણે આલોચકોના નિશાના પર રહ્યા. તે ન્યૂઝીલેન્ડની વિરૂદ્ધ સેમીફાઈનલમાં રન આઉટ થઈ ગયા હતા, ત્યારબાદ જ ભારતની અપેક્ષાઓ પર પાણી ફરી વળ્યુ. ભારતીય ટીમ વિશ્વ કપમાંથી બહાર થયા પછી ધોનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી બ્રેક લઈ લીધો.

ધોની વેસ્ટઈન્ડીઝ પ્રવાસ માટે બહાર રહ્યા, તે દરમિયાન ધોનીએ ટેરિટોરિયલ આર્મી યૂનિટનીસ સાથે કાશ્મીરમાં 15 દિવસ પસાર કર્યા. તે સાઉથ આફ્રિકાની સામેની સીરીઝમાં પણ સામેલ નહતા થયા.

(12:58 pm IST)