Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

બિહારના ગયામાં નક્સલીઓએ હાહાકાર મચાવ્યો :જેસીબી સહિતના વાહનોમાં આગ લગાવી:પોલીસ ઘટના સ્થળે દોડી

નક્સલીઓએ સડક નિર્માણ કાર્યમાં અડચણ ઉભી કરી: પોલીસ વિરોધી નારેબાજી કરી

બિહારના ગયામાં ફરીવાર નક્સલવાદીઓએહાહાકાર મચાવ્યો છે અને સડક નિર્માણ કાર્યમાં અડચણ ઉભી કરી છે. મળતી વિગત મુજબ ગયાના ચકરાબંધ વિસ્તારમાં નક્સલવાદીઓએ જેસીબી સહિતના વાહનોમાં આગ લગાવી હતી

  જેસીબીમાં આગ લગાવ્યા બાદ નક્સલીઓએ પોલીસ વિરોધી નારેબાજી કરી હતી. જે વાહનોમાં આગ લગાવવામાં આવી તે વાહનો સકડ નિર્માણ કાર્યમાં કામે લાગેલા હતા.. ગયામાં પ્રધાનમંત્રી ગ્રામિણ સડક યોજના હેઠળ રસ્તો બનાવવામાં આવી રહી હતી.

   ઘટના અંગેની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે નક્સલવાદીઓ દ્વારા લગાવવામાં આવેલી આગ બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. ત્યારે પોલીસે આ મામલે તપાસનો દોર પણ શરૂ કર્યો છે.

(12:40 pm IST)