Gujarati News

Gujarati News

News of Friday, 27th September 2019

મધ્ય પ્રદેશ હની ટ્રેપ

લકઝરી કારો મારફત કોલેજની યુવતીઓ પણ નેતા-ઓફિસરો પાસે મોકલાઇ હતી

૧૦૦૦ થી વધુ સેકસ વિડીયોની તપાસ કરતી પોલીસઃ ૩ રાજ્યો સુધી નેટવર્ક ફેલાયેલુ

ભોપાલ તા. ર૭ : મધ્ય પ્રદેશમાં હાઇપ્રોફાઇલ હની ટ્રેપ કેસની લીડરના ખુલાસા પછી ૧ર અધિકારીઓ અને ૮ ભૂતપૂર્વ પ્રધાનો મોટી મુસીબતમાંં ફસાતા નજર આવી રહ્યા છે. હનીટ્રેપ ટોળકી ચલાવતી મુખ્ય આરોપીએ એસઆઇટી સામે ખુલાસો કર્યો છે કે તેણે કોલેજમાં અભ્યાસ કરતી ર ડઝન છોકરીઓને સેકસ જાળનો હિસ્સો બનાવી હતી. મધ્યપ્રદેશ સરકારના મોટા અધિકારીઓ અને નેતાઓને લોભાવવા માટે ઉપયોગમાં લેવાયેલી આ બધી છોકરીઓ લોઅર મીડલ કલાસની હતી.આ કેસના તાર પાડોશી રાજયો મહારાષ્ટ્ર અને છતીસગઢ સાથે પણ જોડાયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલસને મળેલ ૧૦૦૦ થી વધારે વીડીયોમાં એવી વાત બહાર આવી છે કે હનીટ્રેપનું નેટવર્ક રાજયની બહાર પણ ફેલાયેલુ છે. આ કેસની મુખ્ય આરોપીની પુછપરછ એસઆઇટી દ્વારા થઇ રહીછે. તેણે જણાવ્યું કે હની ટ્રેપનો ઉદ્દેશ વીઆઇપીને ફસાવીને કરોડો રૂપિયાના સહકારી કોન્ટ્રાકટ મેળવવાનો હતો તે મધ્ય પ્રદેશમાં આઇએએસ અને આઇપીએસ અધિકારીઓના પોસ્ટીંગ પણ કરાવી આપતી હતી.

મુખ્ય આરોપીએ તપાસ કર્તા ટીમને જણાવ્યું ''અધિકારીઓની માંગણી પર મે આર્થિક રીતે નબળા વર્ગની કોલેજ જતી વિદ્યાર્થીનીઓને પોતાના રેકેટમાં ફસાવી હતી. પછી તેમને નેતાઓ અને અધિકારી સાથે સુવા માટે મજબુર કરી હતી જેમાંથી મોટાભાગના તો તેના પિતાથી પણ મોટી ઉમરના હશે'' આવી જ એક છોકરી વિષે આરોપીએ જણાવ્યું કે તે પ્રતિષ્ઠિત કોલેજમાં એડમિશન લેવા માટે મારી પાસે આવી હતી મેં ગમે તેમ કરીને તેને મનાવી લીધી અને પછી તેને મોટા અધિકારીઓ પાસે મોકલવા લાગી. આ છોકરી ઇંદોરમાં રહેતી હતી. અધિકારીઓએ તેન ેભોપાલ આવવા જવા માટે ઓડીકાર આપી હતી. આ બધી છોકરીઓને લકઝરી કારોમાંજ મોકલાતી હતી.એક સુત્રએ જણાવ્યું કે નાના નેતાઓ પણ મોટા નેતાઓ અને અધિકારીઓ સુધી પહોંચવા આ ટોળીની મહિલાઓનો ઉપયોગ કરતા હતા એસઆઇટી આ લોકોને ઝડપી લેવાની તૈયારીઓ કરી રહી છે જેથી નાનો કે મોટો નેતા કોઇ બચી ન શકે.

(11:44 am IST)